ધોની, કોહલી, રોહિત અને દ્રવિડે મારા પુત્રની કેરિયર બરબાદ કરી

સંજુ સેમસનના પિતા વિશ્ર્વનાથનો આક્ષેપ ટી20 ટીમમાં સંજૂ સેમસને શાનદાર ઈનિંગ્સ રમી પોતાની જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. એક તરફ સંજૂની વાહવાહી થઈ રહી…

સંજુ સેમસનના પિતા વિશ્ર્વનાથનો આક્ષેપ

ટી20 ટીમમાં સંજૂ સેમસને શાનદાર ઈનિંગ્સ રમી પોતાની જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. એક તરફ સંજૂની વાહવાહી થઈ રહી છે તો બીજીતરફ તેના પિતાનો ગુસ્સો જોવા મળ્યો છે. તેમણે ભારતના 3 દિગ્ગજ કેપ્ટનો પર ગંભીર આરોપ લગાવ્યો છે. 20215માં ટી20 પર્દાપણ કરનાર સંજૂ સેમસનને સારા પ્રદર્શન છતાં તક ન મળી. પરંતુ હવે 2024માં સૂર્યકુમારની આગેવાનીમાં તેને તક મળી રહી છે.


સંજૂ સેમસનના પિતા વિશ્વનાથે એક મલયાલમ ચેનલને વાતચીતમાં કહ્યું- 3-4 લોકોએ મારા પુત્રના કરિયરના 10 વર્ષ બરબાદ કર્યા. ધોની, કોહલી, રોહિત અને રાહુલ દ્રવિડ જેવા કોચને કારણે તેના કરિયરના 10 વર્ષ ખરાબ થઈ ગયા. પરંતુ હવે સંજૂએ ઝડપથી વાપસી કરી છે. સંજૂના પિતાએ આગળ કહ્યું- શ્રીકાંતે કહ્યુ કે સંજૂએ કોની વિરુદ્ધ સદી ફટકારી છે, બાંગ્લાદેશ વિરુદ્ધ. બધા કહે છે કે તે એક મહાન ખેલાડી છે, પરંતુ મેં ન જોયું, સદી તો સદી હોય છે. તેની પાસે રાહુલ અને સચિન જેવી ક્લાસિકલ ગેમ છે, તો તેનું સન્માન કરો. હું ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવનો આભારી છું, જો તે ન હોત તો સંજૂને બહાર કરી દેવામાં આવત. મારા પુત્રની સદીનો શ્રેય બંનેને જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *