ઉડતા પ્લેનની પાંખ પર ઉભા રહ્યાં 99 વર્ષના દાદીમા

બ્રિટનની 99 વર્ષની હેલ્ગા ડફીએ ઊડતા પ્લેનની પાંખો પર ઊભા થઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સ્ટન્ટને વિન્ગ-વોકિંગ કહેવાય છે. એમાં વ્યક્તિ સેફ્ટી-બેલ્ટ પહેરીને પ્લેનની…

બ્રિટનની 99 વર્ષની હેલ્ગા ડફીએ ઊડતા પ્લેનની પાંખો પર ઊભા થઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સ્ટન્ટને વિન્ગ-વોકિંગ કહેવાય છે. એમાં વ્યક્તિ સેફ્ટી-બેલ્ટ પહેરીને પ્લેનની પાંખ પર ઊભી રહી જાય છે. હેલ્ગાબહેનને 97 વર્ષનાં બેટી બ્રોમેઝ નામનાં દાદીએ કરેલા સ્ટન્ટ પરથી આવું કરવાનો આઇડિયા મળ્યો હતો. બેટીના સ્ટન્ટનો વિડિયો જોઈને તેમણે કહેલું કે જો બેટી કરી શકે તો હું કેમ નહીં? હેલ્ગા બ્રિટનના વિલ્ટશરમાં એક કેર હોમમાં રહે છે. તેમણે નક્કી કરેલું કે 23 સપ્ટેમ્બરે 99મી વર્ષગાંઠ પર તેઓ આ સ્ટન્ટ કરશે.

જોકે એ દિવસે હવામાન ખરાબ હોવાથી સ્ટન્ટ કરવાનું ટાળવું પડ્યું. તાજેતરમાં તેમણે ઇંગ્લેન્ડના ગ્લેસ્ટરશરના રેડકોમ્બ ઍરફીલ્ડ પર આ સ્ટન્ટ કર્યો. 99 વર્ષની વયે પણ હેલ્ગાની હેલ્થ ઘણી સારી છે. આ સ્ટન્ટ કરીને તેમણે લગભગ દોઢ લાખ રૂૂપિયાનું ભંડોળ પણ એકત્ર કર્યું હતું. હવે બેટીબહેને 97 વર્ષે કરેલો રેકોર્ડ તૂટી ગયો છે અને હેલ્ગાના નામે 99 વર્ષે એટલે કે સૌથી મોટી વયે વિન્ગ-વોક કરવાનો વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *