રાજયની 9 પાલિકાને અપાશે મહાનગરપાલિકાનો દરજ્જો

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં 25 ડિસેમ્બરે સુશાસન દિવસે થશે વિધિવત જાહેરાત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી અને પોરબંદર બનશે નવી મહાપાલિકા ગુજરાતમાં ગ્રામ…

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં 25 ડિસેમ્બરે સુશાસન દિવસે થશે વિધિવત જાહેરાત

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી અને પોરબંદર બનશે નવી મહાપાલિકા

ગુજરાતમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની છેલ્લા બે વર્ષથી લટકતી ચૂંટણીઓ જાહેર થાય તે પૂર્વે રાજયની નવ નગર પાલિકાઓને મહાનગર પાલિકાનો દરજજો આપવા સરકાર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે અને આગામી તા. રપ ના રોજ સુશાસન દિવસની ઉજવણી દરમિયાન આ અંગે સતાવાર જાહેરાત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
રાજય સરકારના આધારભુત સુત્રોના કહેવા મુજબ 9 નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજજો આપવા જાહેરનામુ બહાર પાડવા કવાયત શરૂ કરીદેવામાં આવી છે.


સુત્રના કહેવા મુજબ ગુજરાતમાં અ વર્ગ ધરાવતી નવ નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો અપાશે. આ કારણોસર રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યામાં ય વધારો થશે. રાજ્ય સરકાર 25 ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવા જઇ રહી છે. આ દિવસે નવ પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરવા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપી રાજ્ય સરકાર ગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપવા જઇ રહી છે.


વિધાનસભામાં રાજ્ય સરકારે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ ત્યારે જાહેરાત કરાઇ હતી કે, સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવાશે જેના ભાગરૂૂપે નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. એક તરફ, ચૂંટણી પંચ પાલિકાની ચૂંટણીઓ યોજવા સજ્જ થઇ રહ્યુ છે ત્યારે બીજી તરફ, રાજ્ય સરકારે નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા તૈયારીઓ આદરી છે.


સૂત્રોના મતે, રાજ્યમાં 85 પાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની હતી પણ જો નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો ઘણો બધો બદલાવ આવી શકે છે કેમ કે, નવી મહાનગરપાલિકામાં જ અન્ય નગરપાલિકાને ભેળવી દેવાશે. આ જોતાં 60 પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.ભૂપેન્દ્ર પટેલ સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 25મી ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જો આ જ દિવસે નવ પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.


એ વર્ગની નવ પાલિકાઓને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાથી જે તે ભૌગોલિક વિસ્તારમાં વિકાસ થશે. સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી નાણાકીય સહાયમાં પણ નોંધપાત્ર વધારો થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024ની શરૂઆતમાં જ રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવાવમાં આવી હતી અને વસતીગીચતા તેમજ ક્ષેત્રફળના આધારે ગુજરાતના કયા કયા મોટી નગરપાલિકાને મનપાનો દરજજો આપી શકાય તેનો સર્વે કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *