તાલાલામાં 15 કલાકમાં ભૂકંપના 9 આંચકા, 1.4થી લઇને 3.2ની તિવ્રતાથી ધરતી ધ્રુજી

  તમામ ધરતીકંપના કેન્દ્રબિંદુ તાલાલાથી 24 કિમીની ત્રિજિયામાં ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. છેલ્લા 15 કલાકમાં તાલાલામાં ભૂકંપના 9…

 

તમામ ધરતીકંપના કેન્દ્રબિંદુ તાલાલાથી 24 કિમીની ત્રિજિયામાં

ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. છેલ્લા 15 કલાકમાં તાલાલામાં ભૂકંપના 9 આંચકા અનુભવાયા છે. સતત ધરતી ધ્રુજતો લોકોમાં ભય ફેલાયો છે.

ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. છેલ્લા 15 કલાકમાં તાલાલામાં ભૂકંપના 9 આંચકા અનુભવાયા છે. સતત ધરતી ધ્રુજતો લોકોમાં ભય ફેલાયો છે.આજે વહેલી સવારે 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. લોકો ભૂકંપ આવતા ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 24 કિ.મી દૂર ઉત્તર પૂર્વમાં નોંધાયું હતું. ભૂકંપની અસર 20 જેટલા ગામોમાં વર્તાઈ હતી.

તાલાલામાં ગઈકાલે સવારે 6.07 કલાકે તાલાલામાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 18 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બપોરે 2.32 કલાકે બીજો 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.આ પહેલા 12મી ડિસેમ્બરે તાલાલામાં આંચકો આવ્યો હતો. બપોરના સમયે પણ 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.જેનું કેન્દ્રબિંદુ તલાલાથી 14 કિ.મી દૂર નોંધાયું હતું.બીજી તરફ પાંચમી ડિસેમ્બરે પણ તાલાલામાં પ્રથમ આંચકો મોડી રાત્રે અને બીજો આંચકો વહેલી સવારો આવ્યો હતો. 1.6 અને 1.4ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતાં.આ આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 10 કિ.મી નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *