વલ્લભીપુર સબ ટ્રેઝરી કચેરીમાં આગ લાગતાં 80 વર્ષનું રેકર્ડ બળી ગયું

  વલભીપુર તાલુકા મથકે આવેલ સબ ટ્રેઝરી ઓફિસ માં આકસ્મિક આગ લાગતા જુનુ અને નવું સરકારી નાણાકીય બાબતો ને લગતું રેકર્ડ બળી ને ખાખ થઇ…

 

વલભીપુર તાલુકા મથકે આવેલ સબ ટ્રેઝરી ઓફિસ માં આકસ્મિક આગ લાગતા જુનુ અને નવું સરકારી નાણાકીય બાબતો ને લગતું રેકર્ડ બળી ને ખાખ થઇ જવા પામ્યું છે.આગમાં 80 વર્ષનો મોટાભાગનો રેકોર્ડ બળી ગયો હતો. ફાયર બ્રિગેડના કાફલાએ પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.

મળતી માહિતી મુજબ વલભીપુર મામલતદાર કચેરી પરિસરમાં આવેલ સબ ટ્રેઝરી કચેરીમાં ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે સાંજના સાત વાગ્યાની આસપાસ નવા બની રહેલ મામલતદાર કચેરી ખાતે ચોકીદાર તરીકે ફરજ બજાવતાં હારૂૂનભાઈ ખદરાણીએ જણાવ્યું હતું કે મે સાંજના સાત વાગ્યા ની આસપાસ ધુમાડો બહાર નીકળતા જોયો હતો. તેમને લાગ્યું હતું કે બાજુમાં આવેલ બાળ મંદિરમાં કચરો બાળતા હશે પરંતુ પાંચ મિનિટ પછી આગ અને ધુમાડા ઓ વધુ પ્રસરતા મે ટ્રેઝરી ઓફીસ ખાતે જઈને તપાસ કરતા અંદરના ભાગે આવેલ રૂૂમમાં કેબલ વાયર સળગી રહ્યો હતો.
મેં કચેરીના પટાવાળા ને ફોન કરી ને જાણ કરતા તેણે ચાવી લઇને આવતા કચેરી ખોલી ને અંદર તપાસ કરતા અંદર ના ભાગે ફાઈલો અને ફાયબર ના દરવાજા ઓ લાકડા ના ટેબલો કમ્પ્યુટર કબાટ સહિત ની સામગ્રી ભડભડ સળગતી હતી આગમાં તાલુકા મથકે આવેલ તમામ સરકારી કચેરીના પગાર બિલો સાથે અન્ય જરૂૂરી નાણાંકીય બિલો તેમજ હિસાબોનો તાગ મેળવવો કઠીન રહેશે આગની જાણ વલભીપુર નગરપાલિકા ના ફાયર વિભાગને કરવામાં આવતા પાણી બ્રાઉઝર સાથે સ્ટાફ આવી જતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. ઘટનાની ગંભીરતા લઇ વલભીપુર મામલતદાર કે.જી.પરમાર એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ કચેરી ગત તા.27 ફેબ્રુઆરી ના રોજ મામલતદાર કચેરી ની નવી અઝટઝ વાળી નવી બિલ્ડીંગ માં ફેરવવામાં આવી હતી આ બિલ્ડીંગ માં મોટા ભાગના બારી બારણાં ઓ ફાયબર ના હોવાથી આગ વધુ પ્રસરી હતી. આ આગમાં વલભીપુરની તમામ સરકારી કચેરીના સન 1945 ની સાલથી 2025 સુધીના નાણાકીય વ્યવહારો ને લગતું સાહિત્ય હતું અલબત્ત કયું મહત્વનુ રેકડર નાશ પામ્યું છે તેની માહિતી મળી નથી કારણકે ગઈકાલે આગની જાણ થતા જિલ્લા ટ્રેઝરી ઓફિસર ઘટના સ્થળે આવ્યા પછી કોઈ કચેરીમાં આવેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *