મહારાષ્ટ્રના હિંગોલી-નાંદેડ જિલ્લાની બોર્ડર પર આવેલા ગામમાં ગઈ કાલે 10 લોકોને લઈ જતું એક ટ્રેક્ટર કૂવામાં ખાબક્યું હતું. એમાં 8 મહિલાનાં પાણીમાં ડૂબી જવાને લીધે મૃત્યુ થયાં હતાં, જ્યારે બે લોકો બચી ગયા હતા. ટ્રેક્ટર ચલાવી રહેલા યુવકે કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર ખુલ્લા કૂવામાં પડ્યું હતું.
ટ્રેક્ટર કૂવામાં પડ્યું હોવાની માહિતી મળતાં ગ્રામીણ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગામવાસીઓની મદદથી બચાવકામ શરૂૂ કર્યું હતું. જોકે એટલી વારમાં ટ્રેક્ટરમાં બેસેલી 8 મહિલાઓનાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના સવારના 11 વાગ્યે આસેગાવમાં બની હતી. હળદરની ખેતી કરવા માટે એક ખેડૂત ટ્રેક્ટરમાં 10 મજૂરોને લઈને પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
–
