રાજ્યના ડીજીપી વિકાસ સહાય સહિત રાજ્યમાં ચાલુ વર્ષ વધુ સાત આઈપીએસ અધિકારીઓ નિવૃત્ત થવાના છે. જો કે, આ સાતમાંથી કેન્દ્ર સરકાર સ્પેશ્યલ કેસમાં કોઈને એક્સ્ટેન્શન આપવાનો નિર્ણય લેતો નિવૃત્ત થનાર અધિકારીનો આંકડો ઘટી શકે છે. જાન્યુઆરી-25માં નિવૃત્ત થયેલા બે આઈપીએસ અધિકારી માં સુરત ટ્રાફિક જેસીપી વય નિવૃત્ત થયા તેમજ જુનાગઢ એસ.પી.હર્ષદ મહેતાએ વય નિવૃત્તીના દસ વર્ષ પહેલા સ્વૈચ્છીક રાજીનામું આપ્યું હતું.
કરાઈ એકેડમીના એડી.ડીજી અભયસિંહ ચુડાસમાએ પણ સ્વૈચ્છીક નિવૃત્તીની માંગ કરી છે. આ રીતે રાજ્યમાં ચાલુ વર્ષ નિવૃત્ત થનાર આઈપીએસની અધિકારીઓની સંખ્યા નવની થશે.
ગુજરાત કેડરના 1989 બેચના બે અધિકારીઓમાં ડીજીપી વિકાસ સહાય અને લાંબા સમયથી ડેપ્યુટેશન પર રહેલા વિવેક શ્રાીવાસ્તવ તેમજ વડોદરા આર્મ્ડ ફોર્સના આઈજીપી 2004 બેચના દિનેશ પરમાર જુન-25માં વય નિવૃત્ત થવાના છે. 2001 બેચના અમદાવાદ રેન્જ આઈજી જે.આર.મોથલીયા ફેબ્રુ-25માં અને સિવિલ ડિફેન્સના ડાયરેક્ટર મનોજ અગ્રવાલ સપ્ટેમ્બર-2025માં વય નિવૃત્ત થવાના છે. ઈન્ટેલીજન્સ બ્યુરોના આઈજી તેમજ આઈબી અને હ્યુમન રાઈટસના એડી.ડીજીનો વધારાનો હવાલો ધરાવતા 2005 બેચના આઈપીએસ એમ.એસ. ભરાડા મે-25 તેમજ કરાઈ એકેડમીમાં ફરજ બજાવતા 1999 બેચના આઈપીએસ એડી.ડીજી. અભય ચુડાસમા ઓક્ટોબર-25માં વય નિવૃત્ત થવાના છે.
રાજ્યમાં ચાલુ વર્ષ નિવૃત્ત થનાર આ સાત આઈપીએસ સીવાય જાન્યુ-25માં 2005 બેંચના આઈપીએસ સુરત ટ્રાફિક જેસીપી એચ.આર.ચૌધરી વય નિવૃત્ત થયા તેમજ જુનાગઢ એસ.પી. હર્ષદ મહેતાએ વય નિવૃત્તીના દસ વર્ષ અગાઉ સ્વૈચ્છીક નિવૃત્તી લીધી હતી. આ સીવાય આઈપીએસ અભય ચુડાસમાએ વય નિવૃત્તીના નવ મહિના પહેલા ગાંધીનગર પોલીસ ભવન એડમીન ઓફિસને પોતાનું રાજીનામું મોકલી આપી સ્વૈચ્છીક નિવૃત્તીની માંગ કરી છે.