સૌથી વધુ મતદાન સિંગર રાજલ બારોટના વોર્ડ નં.7માં સૌથી ઓછું વોર્ડ નં.6માં થયુ
ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદારોએ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીને જીવંત રાખી હતી. ભાજપ તરફે જનાદેશ રહે તેવા આશય સાથે લોકોએ મૌન રીતે પોતાનો મત આપ્યો હોવાની ચર્ચા છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારો બુથ સુધી પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારે 7 વાગ્યે શરૂૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું હતું. કુલ સરેરાશ મતદાન 63.93% નોંધાયું હતું.વોર્ડ વાઈઝ મતદાનની સ્થિતિ ઉના નગર પાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ 71.19% મતદાન વોર્ડ નંબર 7માં થયું હતું, જે સુપ્રસિદ્ધ ગુજરાતી સિંગર રાજલ બારોટનો વોર્ડ છે.
સૌથી ઓછું 54.74% મતદાન વોર્ડ નંબર 6માં નોંધાયું હતું. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે દરેક બુથ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વોર્ડ મુજબ મતદાનની ટકાવારી:1 70.33% 2 બિન હરીફ 3 64.34% 4 59.24% 5 63.66% 6 54.74% 7 71.19% 8 58.97% 9 65.14% કુલ સરેરાશ 63.93% રાજલ બારોટ બન્યા આકર્ષણનું કેન્દ્ર વોર્ડ નંબર 7ના ઉમેદવાર અને સુપ્રસિદ્ધ સિંગર રાજલ બારોટે પોતાના સાસરિયામાં પ્રથમવાર મતદાન કરીને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. રાજલ બારોટના પતિ, ટેકેદારો અને યુવાન કાર્યકરોએ ધોમધખતા તાપમાં પણ મતદારોને બુથ સુધી પહોંચાડી 71.19% જેટલું સૌથી વધુમતદાન કરાવ્યું હતું.
