હોય ઢીંગલી આંગણામાં તો લાગે રૂડું, મળે અવસર મને પણ ક્ધયાદાનનો
આજે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે : રૂઢી ચુસ્ત માન્યતામાંથી પરિવર્તન તરફ આવતો સમાજ : રાજયમાં 60 ટકા માતા-પિતાની પહેલી પસંદ દીકરી બની
સમયાંતરે વિચારો અને જીવનશૈલી અને રૂઢીગત માન્યતામા પરિવર્તન જરૂરી છે. આપણી માનસિકતા મુજબ દિકરીને સાપનો ભારો માનવામા આવે છે. અગાઉ દિકરીના જન્મ બાદ તેને દુધ પિતી કરવામા આવતી હતી. વર્તમાનમા આ માન્યતામા પરીવર્તનનુ બ્યુંગલ ફુંકાયું છે અને લોકો દિકરી તરફ પ્રેમ પ્રગટ કરી રહયા છે. ગુજરાતમાં દિકરા કરતા દિકરીને વધારે દતક લેતા થયા છે રાજયમા વર્તમાનમા 10 માંથી 6 દિકરીને દતક લેવામા આવી રહી છે. આજે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે છે ત્યારે દતકના આંકડા લોકોને રાહત આપી રહયા છે.
ગુજરાતમાં 2023-24માં કુલ 110 બાળકોને દત્તક આપવામાં આવ્યા હતા. આ 110માં 52 બાળકો અને 58 બાળકીનોઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુલ 15 બાળકોને વિદેશમાં રહેતા માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. જેમાંથી 7 દીકરાઓ અને 8 દીકરીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2023-24માં સમગ્ર દેશમાં 1727 બાળક અને 2302 બાળકીઓ એમ કુલ 4029 બાળકોને દત્તક આપવામાં આવ્યા હતા. મોટાભાગના રાજ્યોમાં દત્તક સંતાન તરીકે દીકરી ઉપર જ માતા-પિતા દ્વારા પસંદગી કરાઇ હતી. મહારાષ્ટ્રમાંથી એક વર્ષમાં દત્તક અપાયેલા 597 બાળકોમાંથી 335 દીકરીઓ હતી.
2014-15થી 2023-24 દરમિયાન ગુજરાતમાંથી અંદાજે 998 બાળકોને માતા-પિતાનો સાથ મળ્યો હતો. આ પૈકી 394 દીકરા અને 509 દીકરીઓનો સમાવેશ થાય છે. આ અંગે પાલડી ખાતેના શિશગૃહના સુપ્રિટેન્ડન્ટ રિતેશ દવેએ જણાવ્યું કે, નદત્તક સંતાન લેવા માટે આવતા 80 ટકા દંપતિઓ સંતાન તરીકે દીકરીઓને જ પસંદ કરે છે.
વધુમાં રિતેશ દવેએ જણાવ્યું હતું કે, એટલું જ નહીં અગાઉ પોતાનું ખૂદનું સંતાન દીકરી હોય તો પણ બીજા સંતાન તરીકે દીકરી જ દત્તક લેવાનું પસંદ કરતાં હોય તેવા માતા-પિતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. દંપતિઓનું માનવું હોય છે કે દીકરા કરતાં દીકરી તેમને આજીવન સાથ આપશે. શહેરી જ નહીં હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દંપતિઓ પણ હવે સંતાન તરીકે દીકરી જ વધુ પસંદ કરે છે. તેઓ એટલે સુધી કહે છે કે આ દીકરીને ખૂબ જ ભણાવી-ગણાવીને પગભર કરીશું.