20 વર્ષ નાની હસીનાના પ્રેમમાં ગળાડૂબ 53 વર્ષનો અનુરાગ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ફેમસ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પોતાની ફિલ્મોની સાથે-સાથે પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામાં રહે છે. હવે જે મોટા સમાચાર સામે આવ્યા છે, તે મુજબ…

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ફેમસ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પોતાની ફિલ્મોની સાથે-સાથે પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામાં રહે છે. હવે જે મોટા સમાચાર સામે આવ્યા છે, તે મુજબ બે લગ્ન તૂટ્યા પછી 53 વર્ષની ઉંમરે અનુરાગ કશ્યપને ફરી એકવાર પ્રેમ થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે શુભ્રા શેટ્ટી સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે.

બંને પોતાની લાઇફને પ્રાઇવેટ રાખવા માંગે છે અને બેંગલુરુમાં સાથે ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપને શુભ્રા સાથે લગ્ન કરવાની પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું હતું. બંનેના રિલેશનશિપને ઘણા વર્ષો થઈ ગયા છે પરંતુ અનુરાગે સ્પષ્ટ કર્યું કે, શુભ્રા લગ્નમાં વિશ્વાસ નથી રાખતી. તેમણે એમ પણ કહ્યું કે, તે પોતાના હાલના સંબંધથી ખુશ છે. શુભ્રા શેટ્ટી પણ અનુરાગ કશ્યપની જેમ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે.

તેના LinkedIn પ્રોફાઇલ અનુસાર, તે Good Bad Filmsમાં ક્રિએટિવ ક્ધસલ્ટન્ટ તરીકે કામ કરે છે. આ પ્રોડક્શન કંપની અનુરાગ કશ્યપે વર્ષ 2009 માં શરૂૂ કરી હતી. અનુરાગ સાથે શુભ્રાની મુલાકાત 20 વર્ષની ઉંમરે થઈ હતી. બંને વચ્ચે લગભગ 20 વર્ષની ઉંમરનો તફાવત છે. કહેવાય છે કે, બંને વર્ષ 2015 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અનુરાગે વર્ષ 2018 માં પોતાના રિલેશનશિપનો જાહેર સ્વીકાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *