કેનિએબા જિલ્લા સ્થિત બિલાલી કોટો નામના સ્થળે ખાણ ધસી પડી છે, જેમાં 48 લોકોના મોત અને અનેક લોકો ઈજા થયા છે.
માલીમાં આ વર્ષે આ બીજી ભયાનક દુર્ઘટના બની છે. કેનિએબા ક્ષેત્રના અધિકારી મોહમ્મદ ડિકોએ એસોસિએટેડ પ્રેસ પાસેથી ઘટનાની પુષ્ટી કરી છે અને કહ્યું કે, ઘટનામાં 48 લોકોના મોત થયા છે.
ખાણ સંબંધીત નેતા ફલાય સિસોકોએ કહ્યું કે, બિલાવી કોટોમાં શનિવારે રાત્રે ખીણ ધસી પડી હતી. ચીનના નાગરિક દ્વારા સંચાલિત ખાણમાં ભૂસ્ખલન થયું. ડિકોએ કહ્યું કે, અધિકારીઓ એવી પણ તપાસ કરી રહ્યા છે કે, ચીનના નાગરિક દ્વારા સંચાલિત ખાણમાં કાયદાકીય રીતે સંચાલન થઈ રહ્યું હતું કે નહીં.
માલીમાં ગત મહિને પણ ભૂસ્ખલનની ઘટા બની હતી, જેમાં અનેક લોકોના મોત થયા છે. 29 જાન્યુઆરીના રોજ કૂલિકોરો વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં સોનાની ખાણમાં કામ કરી રહેલા અનેક શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મોટાભાગની મહિલાઓ હતી.