11 સંતો ઉચ્ચ ડિગ્રી વાળા, આચાર્ય મહારાજના હસ્તે દીક્ષા અપાઇ
સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે વિક્રમ સંવત 2081, તારીખ 12/11/2024 એવં મંગળવારના શુભ દિને યોગાનુયોગ વડતાલ ખાતે ઉજવાય રહેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રબોધની એકાદશીના પવિત્ર મુહૂર્તમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે 47 પાર્ષદોએ દીક્ષા લીધી હતી.
મહત્ત્વનું છે કે, ગોપાળાનંદ સ્વામીના આસને ભાગવતી દિક્ષાવિધિવત સંપન્ન થઈ હતી. ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ 200મો કાર્તકી સમૈયો અને વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. 7થી 15 નવેમ્બર 2024 સુધી ચાલનારા આ મહોત્સવમાં આજ રોજ પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે વડતાલગાદીના વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે 47 મુમુક્ષુઓએ દિક્ષા ગ્રહણ કરીને સંપૂર્ણ જીવન સેવા-સાધના માટે શ્રીહરિકૃષ્ણ મહારાજને સમર્પિત કર્યુ છે. જેમાં ઉચ્ચ અભ્યાસ કરનારા સહિત પ્રિન્સિપાલે હરિકૃષ્ણ મહારજની સેવામાં તેમનું જીવન સમર્પિત કર્યું છે.
