મોરબી પંથકમાં બેફામ દોડતા 41 વાહનો ડિટેઇન

મોરબી નજીક ગઇકાલે ડમ્પર અડફેટે પિતા-પુત્રનો ભોગ લેવાયા બાદ પોલીસની ઉંઘ ઉડી હતી અને મોરબીના નેશનલ હાઈવે સહિતના માર્ગો ઉપર બેફામ ગતિએ દોડતા નંબર પ્લેટ…

મોરબી નજીક ગઇકાલે ડમ્પર અડફેટે પિતા-પુત્રનો ભોગ લેવાયા બાદ પોલીસની ઉંઘ ઉડી હતી અને મોરબીના નેશનલ હાઈવે સહિતના માર્ગો ઉપર બેફામ ગતિએ દોડતા નંબર પ્લેટ વગરના ડમ્પર સહિતના ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસ દ્વારા લાલા આંખ કરી છેલ્લા બે દિવસમાં જુદાજુદા માર્ગ ઉપરથી ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં તેમજ નંબર પ્લેટ વગરના કુલ મળીને ડમ્પરો સહિત 41 જેટલા વાહનોને ડિટેન કરવામાં આવેલ છે.
મોરબીમાં ગત મંગળવારે બપોરના સમયે ટીંબડી ગામના પાટીયા પાસે નંબર પ્લેટ વગરના ડમ્પરમાં ચાલકે બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો.

જે બનાવમાં છ વર્ષના બાળક અને તેના પિતાનું મોત નીપજ્યું હતું જો કે, મહિલાને ગંભીર ઇજા થઇ હોવાથી તે મહિલા હાલમાં સારવાર હેઠળ છે દરમિયાન મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની સુચનાથી જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ એચ.વી.ઘેલા અને તેઓની ટિમ દ્વારા જુદાજુદા વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના નેશનલ હાઈવે સહિતના માર્ગો ઉપરથી આગળ કે પાછળ નંબર પ્લેટ ન હોય તે પ્રકારના ડમ્પર સહિતના વાહનો, ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહનો તેમજ ઓવરલોડ માલ ભરીને નીકળેલા વાહનોના ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ મળીને 41 જેટલા વાહનોને ટ્રાફિક શાખાના પીઆઇ એચ.વી.ઘેલા અને તેઓને ટીમ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહનના ચાલકોની સામે આગામી દિવસોમાં પણ આવી જ કાર્યવાહી જુદાજુદા વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે.

ઘોંઘાટિયા સાયલેન્સર વાળા 15 જેટલા બાઇક કબજે
મોરબીમાં જાહેર માર્ગો પર મોડિફાઈડ સાયલેન્સર લગાવીને ઘોંઘાટિયા અવાજ સાથે પૂરઝડપે બાઈક ચલાવતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી ગત રાત્રિના સમયે શહેર ટ્રાફિક પોલીસ તેમજ મોરબી સિટી એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન કંપની ફિટિંગના બદલે ગેરકાયદેસર રીતે મોડિફાઈડ સાયલેન્સર લગાવીને જાહેર જનતાને ત્રાસ આપતા કુલ 15 જેટલા બાઈકચાલકોને ઝડપી પાડી તમામ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *