મરાઠાવાડામાં યેડેશ્ર્વરી માતાજીના મેળામાં 15 લાખ લોકો ઉમટતા ટ્રાફિક વ્યવસ્થા ઠપ
મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં અત્યારે આસ્થાનો એવો ઘોડાપૂર ઉમટ્યો છે કે રસ્તાઓ ટૂંકા પડી રહ્યા છે. મરાઠવાડા ક્ષેત્રની કુળદેવી મા યેડેશ્વરીના દર્શન માટે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચતા સોલાપુર-ધૂળે હાઈવે પર સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ છે. અંદાજે 40 કિલોમીટર લાંબો મહાજામ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના આ મુખ્ય હાઈવે પર લાગેલા ટ્રાફિક જામના ચોંકાવનારો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. જ્યાં સુધી નજર પહોંચે છે, ત્યાં બસ ગાડીઓ જ ગાડીઓ જોવા મળી રહી છે. આ ટ્રાફિક જામમાં સામાન્ય લોકો સિવાય ઘણા VIP પણ ફસાયા હોવાનું કહેવાય છે. ભાજપના એક નેતા પણ અંદાજે અઢી કલાક સુધી આ મહાજામમાં ફસાયેલા રહ્યા હતા. યેડેશ્વરી મેળો દર વર્ષે ચૈત્ર માસમાં આયોજિત કરવામાં આવે છે. આ વખતે તે 30 માર્ચથી 7 એપ્રિલ સુધી ચાલશે.
ચૈત્ર પૂર્ણિમા ઉત્સવ દરમિયાન પાલખી મહોત્સવમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. યાત્રામાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટ્યો છે, જેના કારણે વ્યવસ્થાઓ પણ ઓછી પડી રહી છે.
યેડેશ્વરી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવવાને કારણે સોલાપુર-ધૂળે હાઈવે પર ભીષણ ટ્રાફિક જામ સર્જાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રાફિક જામ લગભગ 40 કિલોમીટર લાંબો છે. ડ્રોન વીડિયોમાં વાહનોની લાંબી લાઈનો દેખાઈ રહી છે, જે માઈલો સુધી અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહી છે.
હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ એટલી ખરાબ છે કે સામાન્ય લોકોની સાથે ખાસ લોકો પણ આ મહાજામની ઝપેટમાં આવી ગયા છે. ભાજપના એક નેતા પણ આ જામમાં ફસાઈ ગયા હતા અને તેમને લગભગ અઢી કલાક સુધી રસ્તા પર રાહ જોવી પડી હતી. હાલ પ્રશાસન જામ હળવો કરવાના પ્રયાસોમાં લાગેલું છે.
