રાહુલના કાફલાની 4 કાર, એમ્બ્યુલન્સ અથડાયા: તપાસ માટે સિટની રચના

કોંગ્રેસ નેતા જ્યારે માનહાનિના કેસમાં કોર્ટ સુનાવણી માટે સુલતાનપુર જઈ રહ્યા હતા, ત્યારે આજે પૂર્વાંચલ એક્સપ્રેસવે પર તેમના કાફલામાં સામેલ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.…

કોંગ્રેસ નેતા જ્યારે માનહાનિના કેસમાં કોર્ટ સુનાવણી માટે સુલતાનપુર જઈ રહ્યા હતા, ત્યારે આજે પૂર્વાંચલ એક્સપ્રેસવે પર તેમના કાફલામાં સામેલ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. માહિતી મુજબ કાફલામાં રસેલી 4 કાર અને એમ્બ્યુલન્સ એકસાથે અથડાયા હતા. અધિકારીએ કહ્યું કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુરક્ષિત છે. તેમણે ઉમેર્યું કે આ ઘટના ગંભીર નહોતી અને તેમાં કોઈને મોટી ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે લગભગ 10:15 વાગ્યે બની હતી. કાફલાની આગળ ચાલી રહેલું એક ખાનગી વાહન – જે સ્થાનિક કોંગ્રેસ નેતાઓનું હતું – તેમાં કોઈ અજ્ઞાત કારણસર અચાનક બ્રેક લગાવવામાં આવી, જેના કારણે તેની પાછળ આવતા વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સુલતાનપુર મુલાકાત દરમિયાન તેમના કાફલાની પાછળ આવતા વાહનો સાથે થયેલા અકસ્માતની તપાસ માટે ઉત્તર પ્રદેશ પોલીસે એક વિશેષ તપાસ ટીમની રચના કરી છે.

એક નિવેદનમાં જણાવાયું છે કે, આ તપાસમાં અકસ્માતની પરિસ્થિતિઓ અને કારણોની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ એ પણ તપાસવામાં આવશે કે શું સુરક્ષા, એસ્કોર્ટ વ્યવસ્થા કે ટ્રાફિક વ્યવસ્થાપનમાં કોઈ બેદરકારી કે ચૂક રહી હતી કે કેમ.SITને આ ઘટનાના તમામ પાસાઓની વ્યાપક તપાસ કરવા અને શક્ય તેટલી વહેલી તકે પોલીસ મુખ્યાલયને વિગતવાર અહેવાલ સોંપવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ તપાસ ટીમનું નેતૃત્વ લખનૌ રેન્જના પોલીસ મહાનિરીક્ષક કિરણ એસ. કરશે. આ ઉપરાંત, સુલતાનપુરના અધિક પોલીસ અધિક્ષક બ્રજ નારાયણ સિંહ અને સુલતાનપુરના પોલીસ ઉપઅધિક્ષક (DSP – ટ્રાફિક) રામ કૃષ્ણ ચતુર્વેદી પણ આ SITનો ભાગ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *