કિરણ મોરે સહિત 4 ઉમેદવાર બીસીએની ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર

બરોડા ક્રિકેટ એસો.ની ચૂંટણીના વિવાદમાં હાઇકોર્ટનો ચૂકાદો, ફોર્મ સ્વીકારવાનો રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય રદ પરિણામ જાહેર કરવા સૂચના, બે અઠવાડિયા સુધી વર્તમાન કાર્યકારી બોડીને નીતિ વિષયક…

બરોડા ક્રિકેટ એસો.ની ચૂંટણીના વિવાદમાં હાઇકોર્ટનો ચૂકાદો, ફોર્મ સ્વીકારવાનો રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય રદ

પરિણામ જાહેર કરવા સૂચના, બે અઠવાડિયા સુધી વર્તમાન કાર્યકારી બોડીને નીતિ વિષયક નિર્ણયો લેવાની મનાઇ

બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર આજે હાઈકોર્ટના સિંગલ જજે ચુકાદો જાહેર કર્યો છે. વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર હાઇકોર્ટે લંબાણપૂર્વક સુનાવણી બાદ પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને ઇઈઅની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા છે. આ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાનો રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય હાઇકોર્ટે રદ્દ કર્યો છે. પરિણામ જાહેર કરવામાં ચૂંટણી અધિકારીને સૂચના આપવામાં આવી છે.

જો કે રિસ્પોન્ડન્ટની વિનંતી ઉપર વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા વધારવામા આવી છે. પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા ડબલ જજની બેન્ચમાં સિંગલ જજના ચુકાદા સામે અપીલમાં જશે. હજુ પણ આગામી બે અઠવાડિયા બરોડા ક્રિકેટ એસોસિયેશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડેના કાર્ય કરશે. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના કે પોલિસી સાથે સંકળાયેલ નિર્ણયો લઈ શકશે નહીં.

ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ઇઈઈઈં, બરોડા ક્રિકેટ એસોસિયેશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતી. જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના વર્ષ 2022ના ચુકાદા મુજબ 9 વર્ષ સુધી હોદ્દા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂૂરી છે.

આ નિયમના અનુસંધાને અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતી.

બરોડા ક્રિકેટ એસોસિયેશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે. જેના ચેરમેન તરીકે કેરળ હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે. જ્યારે અરજદારો પાસે બીજી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ છે, ત્યારે હાઇકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. સામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે BCCI અને BCA સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ ક્રિકેટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કાબૂ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે.

ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું હતું કે BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિયેશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની એ ફક્ત એક મિકેનિકલ પ્રક્રિયા નથી. અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી ઉપર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારી અવગણ્યા છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂૂરી છે. જો કે ચૂંટણી પ્રક્રિયા જાહેર થયા બાદ તેની ઉપર અત્યારે સ્ટે આપી શકાય તેમ નથી. જો અરજીને નકારી દેવામાં આવે તો તેનો હેતુ માર્યો જાય તેમ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરી, 2026એ બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. 2064 મતદારમાંથી 1430 મત પડ્યા હતા. આમ 69.28 ટકા મતદાન થયું છે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપ અને રિવાઇવલ ગ્રુપના 62 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે. વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપ સાથે ગઠબંધન કર્યું છે અને તેઓ રિવાઈવલ ગ્રૂપ સામે ચૂંટણી લડી છે.હાઇકોર્ટમાં પિટિશન કરનારા રામચંદ્ર પ્રજાપતિ સત્યમેવ જયતે પેનલના સમર્થનમાં નારા લગાવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *