મહિલાઓને 33 ટકા અનામતની ખાત્રી પરંતુ તેની પાછળ વસતી ગણતરી અને સિમાંકનની શરતોથી વિપક્ષોની ઉંઘ હરામ

જો મહિલા અનામતને ટેકો ન આપે તો અનેક રાજ્યોની ચૂંટણીમાં અસર થાય અને આપે તો વિલન તરીકે ચિતરાવાનો ભય એક સાથે ત્રણ બિલ રજુ કરીને…

જો મહિલા અનામતને ટેકો ન આપે તો અનેક રાજ્યોની ચૂંટણીમાં અસર થાય અને આપે તો વિલન તરીકે ચિતરાવાનો ભય

એક સાથે ત્રણ બિલ રજુ કરીને ચાર રાજ્યોની ચુંટણી પહેલા ભાજપે વિપક્ષને ચોંકાવી દીધો છે. પરંતુ એક રીતે વિપક્ષ અત્યારે એ મુંજવણમાં છે કે મહીલા અનામત બિલને ટેકો તો આપ્યો છે પરંતુ તેને લાગુ કરવા માટે જે શરતો મુકી છે તે પ્રમાણે સિમાંકન બિલને ટેકો આપવો પડશે જેનાથી પરિસ્થતિ એ થશે કે તેઓ વિલન તરીકે ચિતરાઇ જાય તેવી શકયતા છે.

બંધારણીય સુધારો પસાર કરવા માટે સરકારને બે-તૃત્યાંશ (2/3) બહુમતીની જરૂૂર છે. જેમાં ભાજપ સમર્થીત એનડીએ જુથ પાસે 292 બેઠકો છે. તો વિપક્ષ (INDIA ગઠબંધન) પાસે 233 બેઠકો છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલના મતદાનમાં સરકાર આંકડાકીય બહુમતી સાબિત કરી શકે છે કે કેમ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ત્રણ બિલોમાં મહિલાઓને 33% અનામત આપવાની ખાતરી છે, પરંતુ તેની પાછળ સીમાંકન અને વસ્તી ગણતરીની એવી શરતો છે જેણે વિપક્ષની ચિંતા વધારી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *