એક વર્ષમાં 2780 નાના-મધ્યમ ઉદ્યોગો બંધ

પાંચ વર્ષમાં કુલ 6720 ઉદ્યોગોને તાળાં, કારખાના બંધ થવામાં ગુજરાતનો ત્રીજો નંબર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજતા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટાપાયે લઘુ-મધ્યમ ઉદ્યોગો…

પાંચ વર્ષમાં કુલ 6720 ઉદ્યોગોને તાળાં, કારખાના બંધ થવામાં ગુજરાતનો ત્રીજો નંબર

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજતા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટાપાયે લઘુ-મધ્યમ ઉદ્યોગો (એમ એસ એમઇ) બંધ થઇ જવાનો સિલસિલો 2024-25ના વર્ષમાં પણ યથાવત રહ્યો છે.

દેશભરમાં એમએસએમઇ બંધ થવામાં ગુજરાત ત્રીજા નંબરે છે. મોખરાના ઔદ્યોગિક રાજ્ય ગણાતા અને અનેક નીતિઓ જાહેર થતા ગુજરાતમાં અર્થતંત્ર અને રોજગારી માટે આધારરૂૂપ ગણાતા એમએસએમઇના શટર પડવાની બાબત ગંભીર થઇ રહી છે.
ગુજરાતમાં માઇક્રો-લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ગણાય તેવા એમએસએમઇ સતત બંધ થઇ રહ્યા છે. લોકસભામાં અપાયેલા આંકડા મુજબ વર્ષ 2024-25માં 2780 જેટલા લઘુ-મધ્યમ ઉદ્યોગોને તાળુ પડ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં કુલ 6720 જેટલા એમએસએમઇ બંધ થઇ ગયા છે. 2020-21માં ફક્ત 67 એમએસએમઇ બંધ થવાથી થયેલી શરૂૂઆત હવે 2780 સુધી પહોંચી છે તેના કારણે રાજ્યનો ઉદ્યોગ વિભાગ લઘુ ઉદ્યોગોને બંધ થતા અટકાવવા માટે શું કામગીરી કરી રહ્યો છે તે સવાલ ઔદ્યોગિક વર્તુળોમાં ઉભો થવા પામ્યો છે. રાજ્યમાં એકતરફ મોટાપાયે વાઇબ્રન્ટ સમિટ યોજાય છે અને દેશ-વિદેશના રોકાણકારોને ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે આમંત્રણ આપી યોગ્ય મદદ કરવામાં આવે છે ત્યારે બીજી તરફ ઘરઆંગણાના ઉદ્યોગોને તાળા વાગી રહ્યા છે.

ભારત સરકાર વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટને પ્રોત્સાહન આપે છે ત્યારે અનેક જિલ્લાની ઓળખ સમાન લઘુ ઉદ્યોગો બંધ થઇ રહ્યા છે. દેશભરમાં આવા ઉદ્યોગ બંધ થવામાં ગુજરાત મોખરાના રાજ્યમાં છે તે વધુ ચિંતાનો વિષય બની રહ્યો છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો ટકી રહે તેના કારણે સ્થાનિક સ્તરે રોજગારી મળે છે અને પલાયન અટકતું હોય છે.

(જાન્યુઆરી 2025 સુધી) 2024-25માં બંધ MSME
મહારાષ્ટ્ર 7722
તમિલનાડુ 3905
ગુજરાત 2780
રાજસ્થાન 2602
કર્ણાટક 1838
બિહાર 1513
આંધ્રપ્રદેશ 1107
મધ્યપ્રદેશ 1596
ઉત્તરપ્રદેશ 1168
પ.બંગાળ 1234

2024-25માં નોંધાયેલા કુલ MSME(જાન્યુ. સુધી)
આંધ્રપ્રદેશ 11,85,797
કર્ણાટક 15,07,989
મહારાષ્ટ્ર 21,54,483
તમિલનાડુ 14,47,840
રાજસ્થાન 10,72,860
ઉત્તરપ્રદેશ 16,60,604
પ.બંગાળ 9,14,420
ગુજરાત 8,35,847

પાંચ વર્ષમાં ગુજરાતમાં બંધ થયેલા MSME
2020-21 67
2021-22 492
2022-23 1074
2023-24 2307
2024-25 2780

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *