કોંગોમાં બોટ પલટી જતાં ફૂટબોલના 25 ખેલાડીનાં મોત

30ને બચાવાયા, હજુ ઘણા લોકો ગુમ કોંગોમાં એક બોટ પલટવાથી તેમાં સવારે 25 લોકોનું મોત થઈ ગયું છે. આમાં ઘણા ફૂટબોલ ખેલાડી પણ હતા. અહેવાલ…

30ને બચાવાયા, હજુ ઘણા લોકો ગુમ

કોંગોમાં એક બોટ પલટવાથી તેમાં સવારે 25 લોકોનું મોત થઈ ગયું છે. આમાં ઘણા ફૂટબોલ ખેલાડી પણ હતા. અહેવાલ અનુસાર, ખેલાડી રવિવારે રાત્રે માઈ-ન્ડોમ્બે પ્રાંતના મુસી શહેરમાં એક મેચ રમીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ક્વા નદીમાં તેમણે લઈ જતી બોટ પલટી ગઈ.

મુસી વિસ્તારના સ્થાનિક અધિકારી અનુસાર, બોટ દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, ઘણા લોકો હજુ પણ ગુમ છે અને તેમને શોધવા માટે શોધ કામગીરી ચાલુ છે. કોંગોમાં આવા બોટ અકસ્માતો સામાન્ય છે, ખાસ કરીને જ્યારે રાત્રે બોટમાં ભીડ હોય છે.

કોંગોમાં નદીઓ સ્થાનિક લોકો માટે પરિવહનનું મુખ્ય માધ્યમ છે, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં જ્યાં રસ્તાઓ અને અન્ય પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ નથી. કોંગોની 10 કરોડથી વધુ વસ્તી તેની નદીઓ પર નિર્ભર છે, પરંતુ સલામતી સાધનોના અભાવ અને બોટોમાં વધુ પડતી ભીડને કારણે આવા અકસ્માતો સામાન્ય બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *