ભાવનગર મનપા માટે કોંગ્રેસના 25 મુરતિયા જાહેર, 7 રિપીટ

ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે,…

ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મનપાના અલગ-અલગ વોર્ડ માટે કુલ 25 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે,જેમાં 7 ઉમેદવારનો રિપીટ કરવામાં આવ્યા અને 18 નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે.

ભાવનગર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ શહેર કોગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના 13 વોર્ડમાંથી અલગ અલગ વોર્ડમાં નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 1 માંથી 3 નામો, વોર્ડ નંબર 2 માંથી 1 નામ, વોર્ડ નંબર 3માંથી 1 નામ, વોર્ડ નંબર 4 માંથી 2 નામ, વોર્ડ નંબર 5 માંથી 3 નામ, વોર્ડ નંબર 7 માંથી 2 નામ, વોર્ડ નંબર 8 માંથી 2 નામ, વોર્ડ નંબર 9 માંથી 3 નામો, વોર્ડ નંબર 10 માંથી 2 નામ તથા વોર્ડ નંબર 12 માંથી 3 નામ વોર્ડ નંબર 13 માંથી 3 નામો જાહેર કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પ્રથમ નામની યાદી જાહેર કરવામાં આવી જેમાં ભાવનગર મહાનગર પાલિકાના 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 25 પૈકી 7 ઉમેદવારો જેમાં જયદીપસિંહ ગોહિલ, ભૂમિબેન ગોહિલ, કાંતિભાઈ ગોહિલ, રહીમભાઈ કુરેશી, ભરતભાઇ બુધેલીયા, જસુબેન બારૈયા, શબાનાબેન ખોખર ને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય 18 નવા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ મનપાના ઉમેદવારોની બે યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ શહેર કોગ્રેસ દ્વારા આજરોજ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ વોર્ડના 25 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા સ્થાનિક કક્ષાએ ચૂંટણી લડવા માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસના ઉમેદવારોની યાદી
વોર્ડ નં.1 મનિષાબેન કમલેશભાઈ ગોહિલ
વોર્ડ નં.1 કાંતિભાઈ બી.ગોહિલ
વોર્ડ નં.1 પ્રવિણભાઈ ઉકાભાઈ ડોંડા
વોર્ડ નં.2 કિશનભાઈ બળવંતભાઈ મેર
વોર્ડ નં.3 અબ્દુલ રહીમભાઈ અમીભાઈ કુરેશી
વોર્ડ નં.4 રેખાબેન હરેશભાઈ સરધારા
વોર્ડ નં.4 રાકેશભાઈ લાલજીભાઈ પરમાર
વોર્ડ નં.5 જસુબેન આનંદભાઈ બારૈયા
વોર્ડ નં.5 શબાનાબેન અબ્દુલવાહીદ ખોંખર
વોર્ડ નં.5 ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા
વોર્ડ નં.7 ઈલાબેન પ્રભુભાઈ ડોડીયા
વોર્ડ નં.7 અનવરખાન રહીમખાન પઠાણ
વોડ નં.8 હેતલબેન ભાવિનભાઈ કાછડિયા
વોર્ડ નં.8 સોનલબેન ચંદનભાઈ પટેલ
વોર્ડ નં.9 ભુમીબેન સંદીપભાઈ ગોહિલ
વોર્ડ નં.9 નીતાબેન પ્રકાશભાઈ વાઘાણી
વોર્ડ નં.9 જયદીપસિંહ દિલાવરસિંહ ગોહિલ
વોર્ડ નં.10 મમતાબેન ભાવેશભાઈ ગોહિલ
વોર્ડ નં.10 વિપુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ
વોર્ડ નં.12 મકવાણા નયનાબેન અશોકભાઈ
વોર્ડ નં.12 જયેશભાઈ બારૈયા
વોર્ડ નં.13 રેખાબેન ગોહેલ
વોર્ડ નં.13 કલ્પેશભાઈ પટેલ
વોર્ડ નં.13 જયદેવસિંહ ગોહિલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *