હળવદ અને વાંકાનેર પાલિકાની ટિકિટ માટે ભાજપના 207 દાવેદારોની રજૂઆત

  મોરબી જીલ્લામાં હળવદ પાલિકાની સામાન્ય અને વાંકાનેર પાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને આજે આ બંને પાલિકાની બેઠકો માટે ભાજપ…

 

મોરબી જીલ્લામાં હળવદ પાલિકાની સામાન્ય અને વાંકાનેર પાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને આજે આ બંને પાલિકાની બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે બંને પાલિકાની કુલ મળીને 54 બેઠક માટે કુલ મળીને 207 આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવી હતી અને નિરીક્ષકો પાસે ટિકિટની દાવેદારી કરવામાં આવી હતી.

મોરબી જીલ્લામાં હળવદ પાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે જેના માટે સોમવારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે નિરીક્ષક તરીકે વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, ભાવનગર જિલ્લા ભાજપના પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા અને મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. ત્યારે હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે સહિતના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. અને હળવદ પાલિકના 7 વોર્ડની 28 બેઠક માટે ઉમેદવારની પસંદગી કરવાની છે.

ત્યારે સેન્સ આપવા માટે 28 બેઠક માટે કુલ મળીને 105 ભાજપના આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવેલ છે અને નિરીક્ષકો સામે ટિકિટ માટે દાવેદારી કરેલ છે આવી જ રીતે આ નિરીક્ષકો બપોર પછી વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે સેન્સ લેવા વાંકાનેર પહોચ્યા હતા ત્યારે પાલિકના 7 વોર્ડની 28 બેઠક માટે ભાજપના 102 આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવેલ છે અને નિરીક્ષકો પાસે ટિકિટની માંગણી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *