ગાંધીનગરમાં ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં તમામ પ્રકારની આધુનિક સુખ-સુવિધાવાળા 3 બેડરૂૂમ-હોલ અને કિચન સાથેના ફ્લેટ રહેશે. ફ્લેટમાં ફ્રન્ટ ઓફિસ, મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા અને સંકુલમાં સર્વન્ટ ક્વાર્ટર્સ પણ રહેશે. આ ફ્લેટનો એરિયા 210 ચો.મી.નો હશે. આ કોમ્પ્લેક્સમાં એક એમ્ફિથિયેટર, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, લીલા છમ ઘાસવાળી લોન સહિતની સુવિધા રહેશે.
કેપિટલ ગાંધીનગરમાં ધારાસભ્યો માટે તૈયાર થઇ રહેલા ફ્લેટનું ક્ધસ્ટ્રક્શન કામ હવે પૂરુ થવાની તૈયારીમાં છે. આ સમગ્ર પ્રોજેક્ટની કુલ કિંમત અસલમાં તો રૂૂ. 247 કરોડ નક્કી કરાઇ હતી પરંતુ હાલ તેની કિંમતમાં વધારો થઇને રૂૂ. 310 કરોડ ઉપર પહોંચી ગઇ છે. બિલ્ડિંગની કિંમત અંદાજે રૂૂ. 203 કરોડ જેટલી થાય છે અને તમામ ફ્લેટમાં ફિક્સ કરાયેલાં ફર્નિચર માટે રૂૂ. 80 કરોડ મંજૂર કરાયા છે, તેમ છતાં રાજ્ય સરકારના મકાન અને માર્ગ વિભાગે લાઇટ ફિટિંગ અને અન્ય જરૂૂરી એસેસરી માટે વધુ રૂૂ. 30 કરોડની માંગણી સરકાર સમક્ષ મૂકી છે. જે પ્લોટ ઉપર આ ફ્લેટ બની રહ્યા છે તે સરકારની માલિકીની જમીન છે.
પ્રત્યેક 9 માળના એવા કુલ 12 ટાવર બનાવવામાં આવ્યા છે. પ્રત્યેક માળ ઉપર ફક્ત બે ફ્લેટ છે, આ સમગ્ર સંકુલમાં સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, વાંચન માટેનો રૂૂમ, હેલ્થ ક્લબ, કોમ્યુનિટિ હોલ, પ્લે એરિયા, ગાર્ડન, કેન્ટિન અને લીલાછમ ઘાસનો વિશાળ ખુલ્લો એરિયા છે.
12 ધારાસભ્યોની બનેલી એમએલએ રેસિડેન્સિયલ કમિટિની બુધવારે મળેલી બેઠકમાં વધારાના રૂૂ. 30 કરોડની માંગણી માટે દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ ધારાસભ્યોએ તેનો સખત વિરોધ કર્યો હતો. માર્ગ અને મકાન વિભાગનું એમ કહેવું છે કે આ તમામ ફ્લેટના ઇન્ટિરિયર માટે એક ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરી દેવાઇ છે, અને તમામ ફ્લેટમાં તદ્દન નવતર પ્રકારનું લાઇટ ફિટિંગ હશે. જો માર્ગ અને મકાન વિભાગની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો આ પ્રોજેક્ટની કુલ કિંમત વધીને રૂૂ. 310 કરોડ ઉપર પહોંચી જશે. આ સમગ્ર સંકુલમાં 200 ફ્લેટ છે તેથી પ્રત્યેક ફ્લેટની કિંમત રૂૂ. 1.45 કરોડની આસપાસ થાય છે જે ખરેખર ખૂબ મોંઘા ફ્લેટ કહેવાય કેમ કે ગાંધીનગરમાં આટલી કિંમતમાં તો બંગલો મળી જાય છે એમ ભાજપના એક ધારાસભ્યએ કહ્યું હતું.