Connect with us

ગુજરાત

જામનગરના ધુવાવમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા

Published

on

રૂા. 6 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમ

જામનગર નજીકના ધુવાવ ગામમાં રહેતી એક સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઘટના તા. 20/1/2021ના રોજ બની હતી જ્યારે આરોપી અબ્દુલ રહીમ હારુન બુખારીએ સગીરાને છેતરી પોતાની સાથે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.


આ ઘટના અંગે સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો અને જજ એમ.કે. ભટ્ટે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં લઈ આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનનાર સગીરાને રૂૂ. 6 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. સરકાર તરફથી આ કેસમાં વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા. આ સજાથી સમાજમાં એક સકારાત્મક સંદેશો જશે અને આવા ગુના કરનારાઓને કાયદાના સામના કરવાની નોબત આવશે.

ગુજરાત

આહીર ગરબા મંડળ દ્વારા આવતીકાલે નવરાત્રી મહોત્સવ

Published

on

By

સિઝન્ટ હોટેલમાં યોજાનાર મહોત્સવમાં જોડાવા આહીર સમાજને અનુરોધ

રાજકોટ ખાતે મૉં અંબા અને દ્વારકાધીશનાં આશીર્વાદથી આહીર ગરબા મંડળ (એજીએમ) દ્વારા એક દિવસીય નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિનું આયોજન તા 12/10/2024 શનિવારના રોજ સાંજે 8 વાગ્યે સીઝન્સ હોટેલ, અવધ રોડ પર રાખવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવમાં 10 હજાર જેટલી સમાજની મહીલાઓ અને ભાઇઓ પરંપરાગત વેશમાં કરોડોના ઘરેણા સાથે આ નવરાત્રી મહોત્સવમાં અમિત ધોરડાનાં સુરે ગરબે ઘુમીને માં અંબાની આરાધના કરશે.

દ્વારકા ખાતે આહીરાણી મહારાસ બાદ રાજકોટમાં સૌપ્રથમ વખત આહીર સમાજની 10 હજારથી વધુ બહેનો તથા ભાઈઓ પરંપરાગત વેશ સાથે કરોડોના ઘરેણા સાથે ગરબે ઘૂમ છે. આ ગરબાનું આયોજન સૂરજભાઈ ડેર, વિજયભાઈ મકવાણા, હાર્દિકભાઈ કાનગડ દ્વારા કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આહીર સમાજના ભાઈઓ તથા બહેનોને પરંપરાગત વેશ પહેરી અને મોટી સંખ્યામાં જોડાવા તેમજ આહિર સમાજના ભાઈઓ બહેનો માટે રાસોત્સવમાં વિનામુલ્યે પ્રવેશ રખાયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

Continue Reading

ગુજરાત

યુડી ક્લબમાં ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યું વાતાવરણ

Published

on

By

મહાઆરતીમાં રાજકીય- સામાજિક- ઔદ્યોગિક મહાનુભાવોનો મહેરામણ ઉમટયો

યુડી ક્લબમાં આઠમાં નોરતે માતાજીની આરતીમાં માનવ મહેરામણ ઉમટી પડવાની સાથે ભક્તિનું ભવ્ય વાતાવરણ સર્જાયુ. ઉપસ્થિત ભક્તોએ માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી. ઉમા ડાયનેમીક ક્લબનું મહા આરતીનું આયોજન અદભુત અને વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સાથે હતુ. આજના મહા આરતીના આયોજનમાં સમાજના શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતી હતી જે યુડી ક્લબની આ આરતીને ઐતાહાસિક બનાવી રહી હતી. માં જગદંબાની આરાધનાની આ ક્ષણ આહલાદક અને ભવ્ય બની રહી. માતાજીની આરતીની સાથો સાથ ખેલૈયાઓ પણ નવરાત્રીના અંતિમ ચરણમાં રાસ ગરબા રમવા ઉમટી પડયા. શોખીન ખેલૈયાઓ આબેહુબ સ્ટેપ સાથે અને વિવિધ પરિધાનોમાં શોભી રહ્યા હતા.


યુડી કલબની આ યાદગાર ક્ષણને માણતા શહેરના શ્રેષ્ઠીઓએ પણ માં ઉમિયાના નાદથી વાતાવરણ ગુંજતુ કર્યુ હતુ ત્યારે આ તકે ઉપસ્થિત સર્વે પરષોતમભાઈ રૂૂપાલા-સાંસદ સભ્ય, રામભાઈ મોકરીયા-સાંસદ સભ્યા, રમેશભાઈ ટીલાળા-ધારસભ્ય, દર્શિતાબેન શાહ- ધારાસભ્ય, નયનાબેન પેઢડીયા-મેયરલી, નરેન્દ્રસિંહ જાડેજા-ડે.મેયર, જયમીન ઠાકર- સ્ટે.ચેરમેનહી, મોહનભાઈ કુંડારીયા -માજી સાંસદસભ્ય, લલિતભાઈ કગથરા-માજી ધારાસભ્ય, લીલુબેન જાદવ, મનિષભાઈ રાડીયા-દંડક, મુકેશભાઈ દોશી, માઘવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા, જીવણબાપા ગોવાણી-પાટીદાર ભામશા, રમણભાઈ વરમોરા-ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદીર સીદસર, શૈલેષભાઈ વૈશ્નાણી- ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદીર સીદસર, ગૌતમભાઈ ધમસાણીયા-પ્રેસીડન્ટ રાજ્કોટ ચેમ્બરઓફ કોમર્સ, સંજયભાઈ જાકાસણીયા-બેકબોન ગ્રુપ, પુષ્કરભાઈ પટેલ-કોર્પોરેટર, અશ્વિનભાઇ બોડા-ક્રેડેન્સ ગ્રુપ, આર.પી.પટેલ-પ્રેસીડેન્ટ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, બાબુલાલ પટેલ-પ્રમુખ શ્રી ઉમિયા માતાજી મંદીર ટ્રસ્ટ ઉંઝા, મૌલેશભાઈ ઉકાણી- ચેરમેન ઉમિયા માતાજી મંદીર ટ્રસ્ટ સીદસર, જેરામભાઈ વાંસજાળીયા-પ્રમુખ ઉમિયા માતાજી મંદીર ટ્રસ્ટ સીદસર, અરવિંદભાઈ કણસાગરા-પ્રમુખ ઉમિયા માતાજી મંદીર સંસ્થા રાજકોટ ગોવિંદભાઈ વરમોરા- ઉપ પ્રમુખ ઉમિયા માતાજી મંદીર ટ્રસ્ટ ઉંઝા, નિલેશભાઈ ધુલેશીયા-પ્રમુખ ઉમિયા માતાજી મંદીર ગાંઠીલા, બાબુભાઈ ઘોડાસરા-એસ. કલેક્ટર, મનસુખભાઈ પાણ-ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદીર સિદસર, વલ્લભભાઈ વડલીયા- ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદીર સિદસર, બિપિનભાઈ હદવાણી-ગોપાલ નમકીન, નિખિલભાઈ પટેલ- ટ્રસ્ટી ઉમિયા માતાજી મંદીર સિદસર, પ્રફુલ્લભાઇ હદવાણી-ગોકુલ નમકીન વગેરે મહાનુભાવોએ ભાવપુર્વક માતાજીની આરતી કરી હતી.

Continue Reading

ક્રાઇમ

વિધર્મી યુવાને સગીરાને ઇન્સ્ટાગ્રામ થકી ફસાવી ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ

Published

on

By

વડોદરાની ઘટના, આરોપી પોલીસના સકંજામાં


ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ હવે ગુરુવારે મોડી રાત્રે વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતી સાથે બળાત્કાર થયાની ફરિયાદ કરવામાં આવી છે. ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફસાવી બેથી ત્રણ વખત દુષ્કર્મ આચરનાર વિધર્મીને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી દ્વારા વિદ્યાર્થિનીને બોલાવી સાથે ગરબા રમવા માટે પણ આરોપી દબાણ કરતો હતો.


મળતી માહિતી મુજબ, ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ચાર મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર મકરપુરા ગામમાં રહેતા વાજીદશા દીવાન ( ઉં.વ.19) સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. વાજીદશા દીવાન દ્વારા વિદ્યાર્થિનીને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે ધમકી આપવામાં આવતી હતી. વાજીદશા દીવાન તેની સ્કૂલ પર જઇને બળજબરીથી વાત કરવાનો પણ પ્રયાસ કરતો હતો. હાલમાં ચાલતી નવરાત્રિમાં પણ માંજલપુર વિસ્તારના ગરબા ગ્રાઉન્ડ પર વિદ્યાર્થિનીને મળવા માટે આરોપી બોલાવતો હતો. આરોપી દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તેની સાથે ફોટા પણ પાડવા માટે દબાણ કરવામાં આવતું હતું.


વાજીદશા દીવાનની આવી હરકતોથી વિદ્યાર્થિનીએ તેની સાથે સંબંધ તોડી નાંખવાનું નક્કી કર્યુ હતું. વાજીદશા દીવાનને જ્યારે વિદ્યાર્થિનીના ભાઇએ સમજાવવાની કોશિશ કરી ત્યારે તેણે એવી ધમકી આપી હતી કે, તારી બહેનના 18 વર્ષ પૂરા થયા પછી તેને હું ઉઠાવી જઇશ. આ અગાઉ એક વખત એસ.આર.પી. ગ્રુપ નજીક રહેતા પોતાના મિત્રના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે વિદ્યાર્થિનીની મરજી વિરૂૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગે યુવતીએ તેની માતાને જાણ કરતા ગઈકાલે મોડી રાત્રે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદના આધારે પોલીસે મકરપુરા વિસ્તારમાં રહેતા વાજીદશા દિવાન નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવતી દ્વારા પોલીસમાં આપેલી ફરિયાદમાં છેલ્લા કેટલાક દિવસથી વાજીદશા દીવાન હેરાન કરતો હતો એટલું જ નહીં છેલ્લા કેટલાક વખતથી સંપર્કમાં આવ્યા બાદ આરોપી વાજીદશા દીવાને તેના મિત્રને ઘરે લઈ જઈ બે વખત દુષ્કર્મ આચર્યું હતું.

Continue Reading
ગુજરાત52 seconds ago

આહીર ગરબા મંડળ દ્વારા આવતીકાલે નવરાત્રી મહોત્સવ

ગુજરાત6 mins ago

યુડી ક્લબમાં ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યું વાતાવરણ

ક્રાઇમ7 mins ago

વિધર્મી યુવાને સગીરાને ઇન્સ્ટાગ્રામ થકી ફસાવી ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ

ક્રાઇમ9 mins ago

વાંકાનેર રેલવે સ્ટેશન આરપીએફના બેરેક રૂમમાંથી એએસઆઈ દારૂ સાથે ઝડપાયો

ગુજરાત11 mins ago

ખેડૂતોને ડાકિયા દ્વારા ઘરે બેસીને મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ

ક્રાઇમ12 mins ago

બે વર્ષ પહેલાં મિત્રએ સાચવવા આપેલી પિસ્તોલ સાથે ભગવતીપરાનો શખ્સ ઝડપાયો

ગુજરાત14 mins ago

બેડીપરામાં હીંચકાની દોરી ગળામાં ફસાઇ જતા ધો.7ના વિદ્યાર્થીનું મોત

ગુજરાત17 mins ago

DRUCCમાં ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ રાજીવભાઈ દોશીની નિમણૂક

ગુજરાત18 mins ago

કલેક્ટર તંત્ર દ્વારા નાગરિક બેંકના બે ડિફોલ્ટરોની મિલકતોનો કબજો લેવાયો

ગુજરાત23 mins ago

માંડા ડુંગરમાં શેરીમાં રમતા પોણા બે વર્ષના બાળક પર ટ્રક ફરી વળતા મોત

રાષ્ટ્રીય1 day ago

પિતા-ભાઈથી લઈને પરદાદા સુધી…જાણો કોણ કોણ છે રતન ટાટાના પરિવારમાં

ક્રાઇમ2 days ago

શેરબજારમાં મોટા વળતરના નામે સાત હજાર કરોડનું ફૂલેકું

રાષ્ટ્રીય2 days ago

દિલ્હીના સીએમ આવાસને કરાયું સીલ,આતીશિની વસ્તુઓ બહાર ફેક્વાનો આપનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત2 days ago

અગ્નિકાંડમાં તારીખ પે તારીખ: જાપતા સાથે આરોપીને હાજર નહીં રખાતા પાંચમી મુદત

ગુજરાત23 hours ago

લિવ ઇનમાં રહેતા યુવાનનો પ્રેમિકાના ત્રાસથી આપઘાત

આંતરરાષ્ટ્રીય2 days ago

નસરૂલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયલે ઠાર માર્યો

ગુજરાત2 days ago

હાથીખાનામાં એક પુરુષ કોલેરા પોઝિટિવ, કુલ 10 કેસ

ગુજરાત2 days ago

હિરાસર એરપોર્ટ બનતા ગરીબોનો આશરો છીનવાયો

ગુજરાત24 hours ago

આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે કાલથી ચાર દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે

ગુજરાત23 hours ago

રોગચાળાએ માથું ઊંચક્યું, થોરાળામાં કમળાએ પરિણીતાનો ભોગ લીધો

Trending