2500 વાહનોની 12 કિ.મી. લાઇન, જણસીઓથી યાર્ડ છલકાયું

ધાણાની બે લાખ, ઘઊંની 1.50 લાખ, જીરૂની 54000, મગફળીની 25500, મેથી 25000, રાય-રાયડાની 5000, કપાસની 5000, તુવેરની 7500 મણ આવક : યાર્ડમાં ઉત્પાદનની સલામત ઉતરાઇની…

ધાણાની બે લાખ, ઘઊંની 1.50 લાખ, જીરૂની 54000, મગફળીની 25500, મેથી 25000, રાય-રાયડાની 5000, કપાસની 5000, તુવેરની 7500 મણ આવક : યાર્ડમાં ઉત્પાદનની સલામત ઉતરાઇની વ્યવસ્થા કરાઇ

રાજકોટ યાર્ડમા માર્ચ એન્ડીંગની રજાઓ જાહેર થાય તે પહેલા જ ખેડુતો પોતાની જણસી લાવી રહયા છે હોળી-ધુળેટીની રજાઓ પુર્ણ થતા જ ખેડુતો ફરી યાર્ડમા ઉત્પાદન લઇ આવી રહયા હોય આજે રેકોર્ડબેક 2500 થી વધુ વાહનોની યાર્ડ બહાર 12 કિલોમીટર લાંબી લાઇન લાગી હતી જેમા 5 લાખ મણથી વધુ જણસી યાર્ડમા ઠલવાઇ હતી.

યાર્ડમા માર્ચનાં અંતિમ સપ્તાહમા હિસાબ-કિતાબને લઇને રજાઓ પડતી હોય છે. અને અઠવાડિયુ બંધ રહેતુ હોય તે અગાઉ જ ખેડુતો ઢગલા મોઢે જણસી લઇ આવી રહયા છે આજે યાર્ડમા ધાણાની પણ રેકોર્ડ બ્રેક આવક થઇ હતી યાર્ડમા આજે બે લાખ મણ ધાણા, 1.50 લાખ મણ ઘંઉ, 54000 મણ જીરૂ, 25000 મણ મેથી, 25500 મણ મગફળી, 5000 મણ કપાસ, 5000 મણ રાય-રાયડો અને 7500 મણ તુવેરની આવક થઇ હતી.યાર્ડ બહાર 12 કિલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગતા યાર્ડનાં ચેરમેન જયેશ બોઘરા સહિતનાં સતાધીશો રૂબરૂ હાજર રહી અને હાઇ-વે પર કોઇ દુર્ઘટના સર્જાય નહી તે માટે ટોકન આપી અને વાહનોને યાર્ડમા પ્રવેશ અપાવી પાર્કિંગની પણ સુવિધા કરી આપી હતી તેમજ જણસીની મબલખ આવક થતા જણસીનો અને ખેડુતોની મહેનતને ન્યાય મળે બગાડ ન થાય તે માટે સલામત સ્થળોએ ઉતરાઇની વ્યવસ્થા કરાવી હતી.

ધાણા અને જીરૂની મબલખ આવકથી યાર્ડમા મહેક પ્રસરી ગઇ હતી. ગ્રાહકો પણ સિઝનનાં ઘંઉની ખરીદી કરી રહયા છે અને મસાલાની ખરીદી પણ શરૂ કરી છે.યાર્ડમા આજે જીરૂની રૂ. 3550 થી 4036, ધાણાની રૂ. 1250 થી 1835, ઘંઉની રૂ. 482 થી 904, કપાસની રૂ. 1325 થી 1480, તુવેરની રૂ. 1101 થી 1426, મેથીની રૂ. 920 થી 1325 ના ભાવથી હરરાજી થઇ હતી. યાર્ડમા જણસીની દૈનિક આવક 3 લાખથી વધુને આંબી ગઇ છે.

તા.26થી 31 માર્ચ સુધી યાર્ડમાં રજા જાહેર કરાઇ
યાર્ડમા વેપારીઓ અને કમિશન એજન્ટની રજૂઆતને ધ્યાનમાં રાખી માર્ચ એન્ડીંગનાં હિસાબ-કિતાબની કામગીરી માટે તા. 26 થી 31 માર્ચ સુધી સપ્તાહની રજા જાહેર કરવામાં આવી છે. અને તા. 1 એપ્રિલથી હરરાજી સહીતની કામગીરી શરૂ કરવામા આવશે. અઠવાડીયા સુધી યાર્ડમા હરરાજી સહિતની કામગીરી બંધ રહેશે.

લીંબુના ભાવ રૂા. 200ને આંબ્યાં
ઉનાળાની શરૂઆત થતા લીંબુનાં ભાવ સળગવા લાગ્યા છે હાલ રમઝાન માસ ચાલતો હોય લીંબુની માંગમાં વધારો થયો છે. યાર્ડમાં 20 કિલોનો રૂ. 1200 થી 2600 ભાવ બોલાય રહયો છે જયારે સ્થાનિક બજારમાં લીંબુનો એક કિલોનો ભાવ રૂ. 200 ને આંબી ગયો છે અને આગામી દિવસોમાં હજુ વધારો થવાનાં એંધાણ દેખાઇ રહયા હોવાનો વેપારીઓમાં ગણગણાટ થઇ રહયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *