ગુજરાતમાં સરકારી નોકરીની આતુરતાથી રાહ જોઈ રહેલા અને દિવસ-રાત તૈયારી કરી રહેલા હજારો ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત CCE (Combined Competitive Examination) ની ચાલુ ભરતી પ્રક્રિયામાં જગ્યાઓની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી વધુ યુવાનોને રાજ્ય સેવામાં જોડાવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલા સુધારા મુજબ, CCE ની વર્તમાન ભરતીમાં નવી1,180જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરવામાં આવેલી જગ્યાઓમાં આ નોંધપાત્ર વૃદ્ધિ થતાં હવે કુલ6,550જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વધારાને પગલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને આશાનો સંચાર થયો છે.
ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ -3 (ગ્રુપ અ તથા ગ્રુપ ઇ) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાહેરાત03/02/2026ના રોજ જાહેર કરવામાં આવી હતી.તેમાં સરકારનાં વિવિધ વિભાગોના માંગ પત્રકને ધ્યાને રાખીને5370જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી. જો કે હવે તેમાં1180વધારાની જગ્યાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેથી હવે આ ભરતી કુલ6550પદ પર કરવામાં આવશે. આ ઉપરાંત ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ20/02/હતી તે પણ વધારીને 02/03 કરવામાં આવી છે. બાકીના તમામ નિયમો અને શરતો યથાવત રહેશે,પરંતુ માત્ર ભરવા પાત્ર જગ્યા અને અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.
