ઇજાગ્રસ્તોનો આંકડો હજારોમાં, રોજબરોજ ઉંચે જતો મૃત્યુ આંક
અમેરિકા અને ઈઝરાયલના ભયાનક હુમલામાં ઈરાનની હાલત બદતરથી પણ ખરાબ થઈ ગઈ છે. અમેરિકાના બોમ્બર વિમાનો ઈરાનના અનેક ઠેકાણાઓ પર બોંબ વરસાવી રહ્યા છે, તો ઈઝરાયેલ પણ ડ્રોન અને મિસાઈલો ઝિંકીને ઈરાનને વેરવિખેર કરી રહ્યું છે. આ યુદ્ધની અસર માત્ર ઈરાન પૂરતી જ નથી, પરંતુ મધ્ય-પૂર્વના અનેક દેશો પર આ સંકટનો સામનો કરી રહ્યા છે. ઈરાન માત્ર ઈઝરાયલ પર જ નહીં તેની આસપાસના કતાર, સાઉદી અરેબિયા સહિતના દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસથી ચાલી હેલા આ યુદ્ધમાં કેટલા લોકોના મોત થયા તેનો ડેટો પણ સામે આવ્યો છે.
સ્થાનિક આરોગ્ય સંગઠનોએ કહ્યું છે કે, છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં નાગરિકો અને સૈનિકો સહિત 1145 લોકોના મોત થયા છે. સતત હુમલાઓના કારણે દિવસે ને દિવસે મોતનો આંકડો અને ઈજાગ્રસ્તોનો આંકડો વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે, હજુ ચારથી પાંચ અઠવાડિયા સુધી હુમલાઓ ચાલુ રહેશે. આ યુદ્ધમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈ અને પછી તેમની પત્ની મંસૂરેહ ખોજસ્તેહની મોત થયું છે. એટલું જ નહીં દેશના સંરક્ષણ મંત્રી સહિત અનેક ટોચના વડાઓ અને અધિકારીઓના એક પછી એક મોત થઈ રહ્યા છે.
