આંખે ઝાંખુ દેખાવું, પેટમાં દુ:ખાવાની ફરિયાદ, વધુ અસરવાળા 12 બાળકોને ગાંધીનગર સિવિલમાં ખસેડાયા, વાલીઓ ચિંતાતુર
ગાંધીનગર જિલ્લાના દહેગામના ઝાક ગામમાં 106 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ઝાક ગામમાં જે.એમ. દેસાઈ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.સ્કૂલની હોસ્ટેલમાં ભોજન આરોગ્યા બાદ બાળકોને આંખે ઝાંખુ દેખાવાની સમસ્યા થઈ હતી. 225માંથી 106 બાળકોને ફૂટ પોઈઝનિંગની અસર થઈ હતી. આ તમામ બાળકોમાંથી 12 બાળકોને અસર વધુ હોવાથી સારવાર માટે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત વિગતો પ્રમાણે દહેગામના ઝાક ગામમાં જેએમ દેસાઈ સ્કૂલના 106 બાળકોને હોસ્ટેલમા જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. સ્કૂલના 225 બાળકોમાંથી 106 બાળકોએ જમ્યા બાદ આંખે ઝાંખુ દેખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમાંથી 12 બાળકોને અસર વધુ હોવાથી તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
હોસ્પિટલમા બાળકોના સેમ્પલિંગની કામગીરી કરાઈ હતી.બાળકોએ પેટમા દુ:ખાવો અને આંખે ઝાંખુ દેખાતુ હોવાની ફરિયાદ કરી હતી. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ બાળકોને તપાસ્યા હતાં. ત્યારબાદ તેમને સારવાર આપીને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતાં.
ઘટનાને લઈને તાલુકા આરોગ્ય જીલ્લા આરોગ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતનું વહીવટી તંત્ર સ્થળ ઉપર પહોંચી ગયું હતું. પ્રાથમિક તપાસમાં રાબેતા મુજબના જમણવાર કરતા અલગ જમવાનું દાળ ભાત, પુરી શાક અને લાડવા જમ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. જે જમ્યા બાદ બે કલાક પછી બાળકોને અસર શરૂૂ થઈ હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી હતી. વધુ અસરગ્રસ્ત થયેલા 12 જેટલા બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા તેમજ તમામ બાળકોનું ચેકિંગ આરોગ્યતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.શાળાના સંચાલકો દ્વારા આ મામલે કોઈ જ નિવેદન આપવા માંથી લેવામાં આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં રાબેતા મુજબના જમણવાર કરતા અલગ અલગ જમવાનું દાળ, ભાત, પુરી, શાક અને લાડવા જમ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. જે જમ્યા બાદ બે કલાક પછી બાળકોને અસર શરૂૂ થઈ હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી હતી. બાળકોને ફ્રૂડ પોઈઝનીગની અસર થયાની જાણ આરોગ્ય વિભાગને ઈમરજન્સી 108 તાત્કાલીક સ્કૂલ પહોંચી બાળકોને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
બાળકોને ફ્રૂડ પોઈઝનીગ થયાની જાણ બાળકોના પરિવારજનોને થતા પરિવારજનો તાત્કાલીક હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટરો દ્વારા બાળકોની તાત્કાલીક તપાસ હાથ ધરવામાં આવી હતી. બાળકોને ફ્રૂડ પોઈઝનીંગની અસર થતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.
