રાજકોટમાં 10 નવે. સુધીનું જ પાણી, પ્રજાના ધબકારા વધારતો તંત્રનો સ્વીકાર

રાજકોટવાસીઓના ધબકાર વધી જાય તેવો સતાવાર સ્વીકાર મનપાએ કર્યો છે. શહેરને ગણતરીના દિવસો જ ચાલે તેટલુ પાણી આજી અને ન્યારી ડેમમાં છે. સૌપ્રથમ ‘ગુજરાત મિરર’એ…

રાજકોટવાસીઓના ધબકાર વધી જાય તેવો સતાવાર સ્વીકાર મનપાએ કર્યો છે. શહેરને ગણતરીના દિવસો જ ચાલે તેટલુ પાણી આજી અને ન્યારી ડેમમાં છે. સૌપ્રથમ ‘ગુજરાત મિરર’એ આંકડાકીય સચોટ અહેવાલ સાથે આગમચેતી આપતો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો અને તેમા અંદેશો પણ આપી દીધ હતો કે, 15 નવેમ્બર સુધી જ ચાલે તેટલો જળજથ્થો સ્થાનિક જળાશયોમાં છે. હવે આ જ વાત સાથે મહાનગરપાલિકા તંત્રે સતાવાર એવો સ્વીકાર કર્યો છે કે, આજી અને ન્યારી-1 ડેમમાં વધીને 10 નવેમ્બર સુધી જ ચાલે તેટલુ પાણી છે. શનિવારે મળેલા જનરલ બોર્ડમાં ભાજપના નગરસેવક ડો.રીંકલભાઇએ માગેલી વિગતમાં વહીવટી શાખાએ ઓન પેપર સ્વીકાર કરતો આ જવાબ આપ્યો છે.

30 વર્ષ પહેલા રાજકોટની જે વસતી અને વિસ્તાર હતાં એ સમયે બનેલા બે મુખ્ય જળાશયો આજી અને ન્યારી ઉપર આજે શહેરનો વિસ્તાર અને વસતી વધી ગયા છતાં પણ આ બે જળાશયો પર જ આધાર રાખવો પડે છે. આજી ન્યારી ભાદર અને હવે નર્મદામૈયા જ તારણહાર છે. જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં.17ના કોર્પોરેટર ડો. રીંકલભાઇ મેઘાણી અને વોર્ડ નં. 16ના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીએ રાજકોટમાં અપુરતા વરસાદને કારણે ઉભી થયેલી પાણીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરીને મહાનગરપાલિકાના ભાવિ આયોજન અંગે પ્રશ્ર્ન ર્ક્યા હતા. આ સામે તંત્રએ એવો લેખિત સ્વીકાર ર્ક્યો હતોે કે, આ વર્ષે રાજકોટમાં કુલ 490 એમએમ એટલે કે, 19.30 ઇંચ જ વરસાદ થયો છે અપુરતા વરસાદને કારણે રાજકોટના મુખ્ય જળ સ્ત્રોત આજી અને ન્યારીમાં પાણીની આવક થઇ નથી. મહાનગરપાલિકાએ આગોતરા આયોજનરૂૂપે રાજ્ય સરકાર પાસેથી આગામી જૂન -2027 સુધી ચાલે તેટલો ચાર હજાર એમસીએફટી જળજથ્થો માંગ્યો છે.

હાલમાં રાજકોટને 20 મિનિટ દૈનિક પાણી વિતરણ કરવા માટે આજી-1 ન્યારી-1 ભાદર -1 અને નમઇદા આધારિત પાઇપલાઇન મારફત જરૂૂરિયાત મુજબનું પાણી મેળવીને દૈનિક 440 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આજી અને ન્યારીમાં આગામી તા. 10 નવેમ્બર સુધી ચાલે તેટલું પાણી છે. જ્યારે ભાદર-1માં 31 જાન્યુઆરી સુધી ચાલે તેટલું પાણી છે. જનરલ બોર્ડમાં ડો. મેઘાણીએ એવો પણ પ્રશ્ર્ન ર્ક્યો હતો કે રાજકોટમાં પાણીની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. રાજકોટમાં છેલ્લા 30 વર્ષથી આજી ન્યારી નર્મદા અને ભાદર ડેમ પર આધાર રાખવો પડે છે. છેલ્લા 30 વર્ષમાં રાજકોટની વસતી 10 ગણી વધી ગઇ છે. ત્યારે નવા ડેમ કે પાણીની નવી વ્યવસ્થા ઉભી કરવા માટે કોઇ આયોજન છે કે કેમ ? તે મુદ્દે પણ મહત્વનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *