1 ફૂટ 8.6 ઇંચ લાંબું મરચું, નોંધાયો ગિનેશ વર્લ્ડ રેકોર્ડ

સ્વિટ્ઝર્લેન્ડના જૂર્ગ વિસ્લીનું પરાક્રમ સ્વિટ્ઝરલેન્ડ સુંદર પહાડો, ચીઝ અને ચોકલેટ માટે જાણીતું છે; પરંતુ જુર્ગ વિસ્લી નામના એક ભાઈએ સ્વિટ્ઝરલેન્ડને મરચાં માટે પણ વિશ્વમાં ખ્યાતિ…

સ્વિટ્ઝર્લેન્ડના જૂર્ગ વિસ્લીનું પરાક્રમ

સ્વિટ્ઝરલેન્ડ સુંદર પહાડો, ચીઝ અને ચોકલેટ માટે જાણીતું છે; પરંતુ જુર્ગ વિસ્લી નામના એક ભાઈએ સ્વિટ્ઝરલેન્ડને મરચાં માટે પણ વિશ્વમાં ખ્યાતિ અપાવી છે. આ ભાઈ ખેતીના શોખીન છે. તેમણે લાંબાં મરચાંની ખેતી કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આપણે ત્યાં સામાન્ય રીતે મરચું વધુમાં વધુ એકથી દોઢ વેંતનું હોય છે, પણ જુર્ગ વિસ્લીભાઈએ એક ફુટથીયે લાંબું મરચું ઉગાડ્યું છે.

આ ભાઈ પોતાના જ રેકોર્ડને સમયાંતરે તોડતા રહ્યા છે. સૌથી પહેલાં તેમણે 2018માં લાંબું મરચું 1 ફુટ 7 ઇંચનું ઉગાડ્યું હતું. એ પછી 2025માં પોતાનો રેકોર્ડ તોડીને 1 ફુટ 7.8 ઇંચનું મરચું ઉગાડ્યું. તાજેતરમાં 11 ઑગસ્ટે તેમના ખેતરમાં 1 ફુટ 8.6 ઇંચનું મરચું ઊગ્યું હતું. આ તેમનો લેટેસ્ટ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *