સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ટોક્સિકને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. આ ફિલ્મ 19 માર્ચે ધુરંધર 2ની સામે રિલીઝ થવાની હતી. પણ ખાડી દેશોમાં તણાવ સર્જાવાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ લંબાવીને 4 જૂન કરી દેવામાં આવી હતી. જોકે હવે મેકર્સ દ્વારા નવી રિલીઝ ડેટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મની રિલીઝ ડેટ 4 જૂન હતી જેને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ક્યારે રિલીઝ થશે તેને લઈને હજુ કોઈ માહિતી સામે નથી આવી.
આ ફિલ્મને ડાયરેક્ટર ગીતૂ મોહનદાસે બનાવી છે. એવી માહિતી સામે આવી છે કે ફિલ્મને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મને હાલ સિનેમાકોનમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુટર્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને સારી પ્રતિક્રિયા મળી હતી. આ ફિલ્મને લઈને વિદેશી બજારોએ ઘણો રસ દાખવ્યો છે. આ જ કારણે છે કે મેકર્સ હવે આ ફિલ્મને મોટા સ્તર પર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.
