ગાયક ‘બાદશાહ’નો પાસપોર્ટ જપ્ત કરવા મહિલા આયોગની માંગ

બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ’બાદશાહ’ ગણાતા રેપર બાદશાહ અત્યારે પોતાના ગીતોને કારણે નહીં, પરંતુ કાયદાકીય મુશ્કેલીઓ અને ભારે વિરોધને કારણે ચર્ચામાં છે. તેમનું તાજેતરમાં…

બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ’બાદશાહ’ ગણાતા રેપર બાદશાહ અત્યારે પોતાના ગીતોને કારણે નહીં, પરંતુ કાયદાકીય મુશ્કેલીઓ અને ભારે વિરોધને કારણે ચર્ચામાં છે. તેમનું તાજેતરમાં રિલીઝ થયેલું ગીત ’ટિટરી’ વિવાદોના વંટોળમાં ફસાયું છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે હરિયાણા મહિલા આયોગે હવે તેમની ધરપકડના આદેશ પણ આપી દીધા છે અને પાસપોર્ટ જપ્ત કરવાની માંગણી કરી છે.વિવાદનું મુખ્ય કારણ બાદશાહના નવા ગીત ‘ટિટરી’ ના લિરિક્સ (શબ્દો) છે. ટીકાકારો અને મહિલા સંગઠનોનો આરોપ છે કે આ ગીતમાં મહિલાઓ માટે અત્યંત અપમાનજનક અને અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગીત માત્ર મહિલાઓનું અપમાન નથી કરતું, પરંતુ સમાજમાં એક ખોટો સંદેશ પણ ફેલાવી રહ્યું છે.

જોકે, બાદશાહના ગીતો પર સવાલ ઉઠ્યા હોય તેવું આ પહેલીવાર નથી, પરંતુ આ વખતે મામલો સોશિયલ મીડિયા ટ્રોલિંગથી આગળ વધીને કાયદાકીય બની ગયો છે. હરિયાણા મહિલા આયોગે આ બાબતને ગંભીરતાથી લઈને બાદશાહને સમન્સ જારી કર્યું હતું અને વ્યક્તિગત રીતે હાજર થઈને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *