2015માં લોન્ચ થયેલી લોકપ્રિય ટીવી-સિરિયલ ભાબીજી ઘર પર હૈંને 10 વર્ષ થઈ ગયાં છે. આ સંજોગોમાં શોના મેકર્સ ભાબીજી ઘર પર હૈં 2.0 લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને મળતી માહિતી પ્રમાણે આ નવા વર્ઝનમાં અંગૂરી ભાભી તરીકે શુભાંગી અત્રેની નહીં પણ ઓરિજિનલ અંગૂરી ભાભી શિલ્પા શિંદેની પસંદગી કરવામાં આવી છે. શિલ્પા હાલમાં ઍક્ટિંગની દુનિયાથી દૂર છે અને ખેતીનું કામ કરી રહી છે પણ તે બહુ જલદી ટીવીના પડદે જોવા મળશે.
આ મામલે વાત કરતાં શો સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે શિલ્પાને અંગૂરી ભાભી તરીકે પરત લાવવા વિશે વાતચીત ચાલી રહી છે અને બધાને આશા છે કે આ ડીલ જલદી જ ફાઇનલ થશે. એક દાયકા સુધી સફળતાપૂર્વક ચાલ્યા પછી હવે ચેનલ શોને નવું રૂૂપ આપવા માટે નવા એલિમેન્ટ્સ અને પાત્રો લાવવા માગે છે. શો માટે એક નવો સેટ બનાવવામાં આવી રહ્યો છે અને દર્શકો વાર્તામાં એક મોટો ફેરફાર જોવાની આશા કરી શકે છે. ભાબીજી ઘર પર હૈં 2.0નું શૂટિંગ ડિસેમ્બરના મધ્ય ભાગ સુધી શરૂૂ કરવાનું પ્લાનિંગ છે.
