85 વર્ષની વયે અમે પવારને રાજ્યસભામાં મોકલ્યા: સરકારને ટેકો આપવાના NCPના નિર્ણયથી કોંગ્રેસ ભડકી

મહિલા અનામત-સિમાંકન ખરડાને ટેકો આપવા સરદ પવારની એનસીપી કેન્દ્ર તથા રાજ્યના પ્રધાનમંડળમાં હિસ્સો મેળવી સોદા બાજી કર્યો હોવાના આક્ષેપોની ચર્ચા વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસે શરદ પવાર,…

મહિલા અનામત-સિમાંકન ખરડાને ટેકો આપવા સરદ પવારની એનસીપી કેન્દ્ર તથા રાજ્યના પ્રધાનમંડળમાં હિસ્સો મેળવી સોદા બાજી કર્યો હોવાના આક્ષેપોની ચર્ચા વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસે શરદ પવાર, સુપ્રિયા સુળે અને તેમના પક્ષના વર્તમાન વલણ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. માર્ચ 2026માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીઓને યાદ કરતા, કોંગ્રેસે ભારપૂર્વક જણાવ્યું કે ગઠબંધનની ભાવના જાળવી રાખીને, 85 વર્ષની વયે શરદ પવારની રાજ્યસભામાં વાપસી સુનિશ્ચિત કરવામાં કોંગ્રેસે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

મહારાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માર્ચ 2026માં મહારાષ્ટ્રની સાત રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. તે સમયે વિધાનસભામાં રહેલા સંખ્યાબળ મુજબ, જીતવા માટે એક ઉમેદવારને 36 ધારાસભ્યોના મતની જરૂૂર હતી. ’નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)’ પાસે માત્ર 10 ધારાસભ્યો હતાજે પોતાની રીતે જીત મેળવવા માટે અપૂરતા હતા. વિપક્ષી ગઠબંધન ’મહા વિકાસ આઘાડી’ (MVA) ના અન્ય ઘટકોખાસ કરીને 16 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસ અને 20 ધારાસભ્યો ધરાવતી શિવસેના (UBT)એ જરૂૂરી સમર્થન પૂરું પાડ્યું હતું.

બીજી તરફ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણએ કહ્યું છે કે જો NCP (શરદ પવાર જૂથ) આ ખરડાને સમર્થન આપે છે, તો તેમનું ‘INDIA’ ગઠબંધનમાં રહેવું મુશ્કેલ (અથવા અસ્વીકાર્ય) બની જશે. જોકે, પરિસ્થિતિ ત્યારે વધુ જટિલ બની ગઈ જ્યારે ‘INDIA’ ગઠબંધનના અન્ય એક સભ્ય, શિવસેના (ઠાકરે જૂથ) એ કહ્યું કે તેઓ માત્ર વિરોધ કરવા ખાતર આ ખરડાનો વિરોધ નહીં કરે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *