રાધે ગોવિંદના જાપમાં મગ્ન વિરાટ-અનુષ્કા વાયરલ

બોલિવૂડ અને ક્રિકેટ જગતનું સૌથી લોકપ્રિય સ્ટાર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલ પોતાની સાદગી અને આધ્યાત્મિક જીવનશૈલીને કારણે ફરી એકવાર લાઈમલાઈટમાં છે. સોશિયલ…

બોલિવૂડ અને ક્રિકેટ જગતનું સૌથી લોકપ્રિય સ્ટાર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલ પોતાની સાદગી અને આધ્યાત્મિક જીવનશૈલીને કારણે ફરી એકવાર લાઈમલાઈટમાં છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી માહિતી અનુસાર આ દંપતી તાજેતરમાં મુંબઈ ખાતે આયોજિત જાણીતા ભક્તિ ગાયક કૃષ્ણા દાસના કીર્તન કાર્યક્રમમાં પહોંચ્યું હતું. ત્યાં બંને કોઈપણ પ્રકારના વીઆઈપી દેખાડા વિના સામાન્ય ભક્તો વચ્ચે બેસીને ’રાધે ગોવિંદા’ના જાપમાં લીન જોવા મળ્યા હતા.

વિરાટ અને અનુષ્કા પોતાની પ્રોફેશનલ કારકિર્દીની વ્યસ્તતા વચ્ચે અવારનવાર આધ્યાત્મિક શાંતિની શોધમાં વિવિધ સત્સંગ અને મંદિરોની મુલાકાત લેતા રહે છે. આ વખતે મુંબઈમાં અમેરિકન ભક્તિ સંગીતકાર અને નીમ કરોલી બાબાના પરમ ભક્ત કૃષ્ણા દાસના લાઈવ કીર્તન કાર્યક્રમમાં બંને ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કોન્સર્ટ હોલમાં બંને સૌથી આગળની હરોળમાં જમીન જેવી સરળ બેઠક વ્યવસ્થા પર બેઠા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બંનેના ચહેરા પર અનોખી શાંતિ અને ભક્તિભાવ સ્પષ્ટપણે જોવા મળતો હતો. કૃષ્ણા દાસ જ્યારે સ્ટેજ પરથી હરે કૃષ્ણ અને રાધે ગોવિંદાના પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા હતા, ત્યારે અનુષ્કા શર્મા પણ તેમની સાથે ભાવપૂર્વક મંત્રોચ્ચાર કરી રહી હતી. અનુષ્કાના ચહેરા પર નજર આવતું નિખાલસ સ્મિત અને ભક્તિભાવ જોઈને તેમના ચાહકો ખૂબ પ્રભાવિત થયા છે. નેટીઝન્સ કહી રહ્યા છે કે અબજોપતિ સેલિબ્રિટી હોવા છતાં આ દંપતી જે રીતે આધ્યાત્મિકતા અને મૂળ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું રહે છે તે ખરેખર પ્રેરણાદાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *