વિજય વર્માની ‘મટકા કિંગ’ ભારત અને યુએઇમાં નંબર 1, ગ્લોબલ ટોપમાં એન્ટ્રી

રોય કપૂર ફિલ્મ્સની સિરીઝ ’મટકા કિંગ’માં વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં છે, તે ઓટીટી પ્લેટફોર્મ પર સફળ રહી છે. આ સિરીઝ 17 એપ્રિલે પ્રાઇમ વીડિયો પર…

રોય કપૂર ફિલ્મ્સની સિરીઝ ’મટકા કિંગ’માં વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં છે, તે ઓટીટી પ્લેટફોર્મ પર સફળ રહી છે. આ સિરીઝ 17 એપ્રિલે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયા પછી માત્ર ચાર દિવસમાં જ ભારત અને યુએઈમાં નંબર 1 સ્થાન મેળવી લીધું છે. આઠ એપિસોડની આ ક્રાઇમ ડ્રામાએ પ્રાઇમ વીડિયોમાં ગ્લોબલ ટોપ 10માં 8મું સ્થાન પણ મેળવ્યું છે અને હાલમાં વિશ્વભરમાં ટ્રેન્ડ થતી એકમાત્ર ભારતીય સિરીઝ બની છે.

નાગરાજ પોપટરાવ મંજુલે દ્વારા લખાયેલી અને ડિરેક્ટ થયેલી આ સિરીઝનું પ્રોડક્શન સિદ્ધાર્થ રોય કપૂરે કર્યું છે. સિરીઝે માત્ર ભારત અને યુએઈ જ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયા, કેનેડા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર અને યુકે જેવા દેશોમાં પણ ટોપ 10માં સ્થાન મેળવીને તેની વૈશ્વિક લોકપ્રિયતા સાબિત કરી છે.

સિરીઝના કેન્દ્રમાં વિજય વર્મા દ્વારા ભજવાયેલું બ્રિજ ભટ્ટીનું પાત્ર છે, જે 1960 અને 70ના દાયકાનાં મુંબઈમાં ચાલતા મટકા જુગારની જોખમી દુનિયામાં સંઘર્ષ કરે છે. શોની મજબૂત કહાની અને વાસ્તવિક રજૂઆત તેની લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ સિરીઝને સારો પ્રતિસાદ મળ્યો છે. વિજય વર્મા સિવાય આ સિરીઝમાં સાઈ તામ્હણકર, કૃતિકા કામરા, સિદ્ધાર્થ જાધવ અને ગુલશન ગ્રોવર મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. મજબૂત કહાની, શાનદાર અભિનય અને વૈશ્વિક સ્તરે મળતા પ્રતિસાદને કારણે ’મટકા કિંગ’ ટૂંક સમયમાં જ સૌથી ચર્ચિત ભારતીય ઓટીટી સિરીઝમાં સ્થાન બનાવી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *