સૌરવ ગાંગુલીનું એક્ટિંગમાં ડેબ્યૂ પોલીસમેનની ભૂમિકાનો વીડિયો વાઇરલ

ખાકી: ધ બેંગાલ ચેપ્ટરમાં જોવા મળશે, ગુરુવારે રિલીઝ થશે ક્રિકેટના મેદાન પર બોલરોના છગ્ગા છોડવાનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી હવે પોતાની કારકિર્દીમાં નવી ઈનિંગ…

ખાકી: ધ બેંગાલ ચેપ્ટરમાં જોવા મળશે, ગુરુવારે રિલીઝ થશે

ક્રિકેટના મેદાન પર બોલરોના છગ્ગા છોડવાનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી હવે પોતાની કારકિર્દીમાં નવી ઈનિંગ શરૂૂ કરવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહ્યો છે. નેટફ્લિક્સ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારથી જ તેનો અભિનય ડેબ્યૂ ચર્ચાનો વિષય બન્યો છે. ખાકી: ધ બેંગાલ ચેપ્ટર વેબ સિરીઝ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. નીરજ પાંડે દ્વારા દિગ્દર્શિત આ સિરીઝ 20 માર્ચથી સ્ટ્રીમિંગ થશે. આ પહેલા નેટફ્લિક્સે સૌરવ ગાંગુલીનો એક વીડિયો શેર કર્યો છે.

આ સાથે તેમણે લખ્યું, બંગાળ ટાઈગર બંગાળ ચેપ્ટરને મળ્યો. ખાકી: ધ બેંગાલ ચેપ્ટર આ વીડિયોમાં સૌરવ ગાંગુલીને નઅસલી બંગાળ ટાઈગરથ કહેવામાં આવ્યો છે. વીડિયોમાં ગાંગુલી એક પોલીસકર્મીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. અને તે ખૂબ આક્રમક પણ લાગે છે. આમાં, તે કહી રહ્યો છે કે, તમે બંગાળ વિશે શો બનાવી રહ્યા છો અને દાદાને આમંત્રણ નથી આપ્યું. આ પછી કોઈ તેને પૂછે છે, દાદા તમે અહીં છો, તમે કઈ ભૂમિકા ભજવશો? આ પછી, સૌરવને પોલીસમેનની ભૂમિકામાં બતાવવામાં આવે છે. આ પછી, સૌરવ ગાંગુલી પોલીસકર્મીના ગેટઅપમાં કેમેરા સામે ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *