બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

    પ્રખ્યાત ટીવી અને બોલિવૂડ અભિનેતા ટીકુ તલસાણિયા સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે. ફેમસ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો છે. અભિનેતાને…

 

 

પ્રખ્યાત ટીવી અને બોલિવૂડ અભિનેતા ટીકુ તલસાણિયા સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે. ફેમસ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો છે. અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ટીકુ તલસાણિયાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અભિનેતા સાથે જોડાયેલા આ સમાચાર સામે આવ્યા બાદ તેના તમામ ચાહકો ચિંતિત છે. અભિનેતાએ 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

ટેલી ચક્કરના અહેવાલ મુજબ ટીકુ તલસાણિયાને મોટો હાર્ટ એટેક આવ્યો છે. તેમની હાલત પણ અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. જો કે, હોસ્પિટલમાં દાખલ થયા બાદ ટીકુ તલસાણિયાની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. સમાચાર સામે આવ્યા પછી, દરેક વ્યક્તિ અભિનેતાના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ટીકુ તતલસાણિયાએ શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધી તમામ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. પીઢ અભિનેતા 90ના દાયકામાં ઘણી મોટી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે. ફિલ્મો અને ટેલિવિઝન બંનેમાં તેમના યોગદાન માટે જાણીતા તલસાણિય એ સલમાન ખાન અને આમિર ખાનની ફિલ્મ અંદાજ અપના અપના, શાહરૂખ ખાનની ફિલ્મ દેવદાસ, અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ 26 અને પ્રખ્યાત ટીવી શો ઉત્તરન જેવા ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે . અભિનેતાએ 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

ટીકુ તતલસાણિયાએ વર્ષ 1984માં ટીવી શો ‘યે જો હૈ ઝિંદગી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી, તેણે પ્યાર કે દો પલ, ફરજ અને અસલી નક્લી જેવી ફિલ્મો સાથે બોલિવૂડમાં પગ મૂક્યો. ટીકુ તલસાણિયાએ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા પછી, અભિનેતાએ પછીથી ‘બોલ રાધા બોલ’, ‘કુલી નંબર 1’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘હીરો નંબર 1’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. પોતાના કામ અને સતત ફિલ્મોના કારણે ટીકુ તલસાણિયા દરેક ઘરનો ફેમસ ચહેરો બની ગયો છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *