આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ છે. આ ખાસ પ્રસંગે, પીએમ મોદી લખનૌમાં ’રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે ભારત રત્ન વાજપેયીની રાષ્ટ્ર પ્રેરણા સ્થળના તેમના હસ્તક થનારા લોકાર્પણને ગૌરવશાળી પણ ગણાવી હતી. મોદીએ વાજપેયીના આચરણ વિચારો અને અડગ સંકલ્પને રાજકારણના આદર્શ ધોરણ ગણાવ્યા હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સંકુલ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ભારત રત્ન વાજપેયીની 65 ફૂટની કાંસ્ય પ્રતિમાઓ ધરાવે છે, જે ભારતીય રાજકીય વિચાર, રાષ્ટ્ર નિર્માણ અને જાહેર જીવનમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનનું પ્રતીક છે. તેમાં કમળ આકારના માળખામાં સ્થિત એક અત્યાધુનિક સંગ્રહાલય પણ છે, જે આશરે 98,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.
