વૈષ્ણોદેવી મંદિરમાં નકલી ચાંદી પધરાવી 550 કરોડની છેતરપિંડી

જમ્મુની એક કોર્ટે શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરમાં 550 કરોડ રૂૂપિયાની નકલી ચાંદી ચઢાવવામાં આવી હોવાના કેસમાં પોલીસને રેકોર્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.કોર્ટે તપાસ અધિકારીને…

જમ્મુની એક કોર્ટે શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરમાં 550 કરોડ રૂૂપિયાની નકલી ચાંદી ચઢાવવામાં આવી હોવાના કેસમાં પોલીસને રેકોર્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.કોર્ટે તપાસ અધિકારીને 29 જુલાઈના રોજ આગામી સુનાવણી દરમિયાન રૂૂબરૂૂ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. એ નોંધવું જોઈએ કે શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તો દ્વારા 20 ટનથી વધુ ચાંદી અર્પણ કરવામાં આવી હતી.

તેની બજાર કિમત આશરે રૂૂા.550 કરોડ છે. જ્યારે બોર્ડે ચાંદીને પીગળવા માટે મોકલી હતી, ત્યારે ફક્ત પાંચથી છ ટકા જ મળી હતી. બાકીની ચાંદીમાં કેડમિયમ અને લોખંડ જેવા તત્વો હોવાનું બહાર આવ્યું હતું, જેનો અર્થ એ થયો કે મોટાભાગની ચાંદી નકલી હતી. આ ઘટના બાદ, જમ્મુ સ્થિત એડવોકેટ દીપક શર્માએ 9 મેના રોજ પોલીસ મહાનિરીક્ષક (ક્રાઈમ બ્રાન્ચ) અને આર્થિક ગુના શાખા (ઊઘઠ), જમ્મુના જજઙ સમક્ષ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી, જેમાં ઋઈંછ નોંધવાની અને તપાસની માંગણી કરવામાં આવી હતી.

તેમને શંકા હતી કે મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલી ચાંદીમાં ભેળસેળ કરવામાં આવી હતી અથવા તેની આપ-લે કરવામાં આવી હતી. છેડછાડની આશંકા હોવાથી, તેમણે સંપૂર્ણ તપાસની માંગણી કરી. જ્યારે પોલીસ તપાસ આગળ વધવામાં નિષ્ફળ ગઈ, ત્યારે તેમણે કોર્ટનો સંપર્ક કર્યો, ઋઈંછ દાખલ કરીને તપાસની માંગ કરી.તેમણે જણાવ્યું હતું કે રિપોર્ટમાં મહત્વપૂર્ણ પુરાવા સાચવવા માટે લેવામાં આવેલા કોઈપણ પગલાંનો ઉલ્લેખ નથી. આ પછી, જમ્મુના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે તપાસ અધિકારીને 29 જુલાઈએ સંપૂર્ણ રેકોર્ડ સાથે કોર્ટમાં રૂૂબરૂૂ હાજર થવાનો આદેશ આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *