અયોધ્યા પછી વૈષ્ણોદેવી: મંદિરોમાં ચોરી: દાન બંધ કરવું એ જ ઉપાય

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ધામમાં થયેલી ચોરીનો આઘાત શમે એ પહેલાં હિંદુઓની આસ્થાનાં બીજાં એવાં જ મોટાં ધામ મા વૈષ્ણોદેવીના ધામમાં માતાજીને ચઢાવાયેલી ચાંદીની ચોરીની ઘટના…

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ધામમાં થયેલી ચોરીનો આઘાત શમે એ પહેલાં હિંદુઓની આસ્થાનાં બીજાં એવાં જ મોટાં ધામ મા વૈષ્ણોદેવીના ધામમાં માતાજીને ચઢાવાયેલી ચાંદીની ચોરીની ઘટના બહાર આવી છે. મા વૈષ્ણો દેવીના મંદિરમાં ભક્તો દ્વારા 20 ટનથી વધુ ચાંદી અર્પણ કરવામાં આવી હતી. 20 ટન ચાંદીની કિંમત અત્યારે લગભગ 550 કરોડ રૂૂપિયા થાય પણ આ ચાંદી બારોબાર પગ કરી ગઈ છે અને તેની જગાએ નકલી ચાંદી મૂકી દેવાઈ છે. આ ઘટનામાં પણ અયોધ્યાની ચોરીનું પુનરાવર્તન જ છે. જમ્મુના એડવોકેટ દીપક શર્માએ મદિર સાથે સંકળાયેલાં લોકોએ માતાજીને ચઢાવાતી ચાંદીની ચોરી કરાતી હોવાની વિગતો આપતો પોલીસમાં ફરિયાદ કરેલી. કોર્ટે દાવાની સત્યતા ચકાસવા માટે ચાંદી ઓગાળવા ફરમાન કર્યું.

કોર્ટનો આદેશ હતો એટલે આ ફરમાન માન્યા વિના બોર્ડનો છૂટતો નહોતો. તટસ્થ સાક્ષીઓની હાજરીમાં ચાંદીને ગાળવામાં આવી તો માત્ર પાંચથી છ ટકા ચાંદી મળી જ્યારે બાકીનું કેડમિયમ અને લોખંડ હોવાનું બહાર આવ્યું. મતલબ કે, ચાંદી નકલી હતી. ભાંડો ફૂટ્યો પછી પોલીસે જખ મારીને ફરિયાદ નોંધવી પડી ને તપાસ પણ કરવી પડી. આ તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો તેમાં વૈષ્ણોદેવી માતાના મંદિરમાં ચાલતા પાપાચારની ઘણી સ્ફોટક વિગતો બહાર આવી છે. આ રિપોર્ટના પગલે જમ્મુના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તપાસ અધિકારીને 29 જુલાઈએ સંપૂર્ણ રેકોર્ડ સાથે અદાલતમાં રૂૂબરૂૂ હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

તેથી હવે પછી શું થાય છે તેના પર સૌની નજર છે પણ આ ઘટનાએ હિંદુ મંદિરોને કેટલાક લુખ્ખાઓએ અધર્મના અડ્ડા બનાવી દીધા છે એ ફરી સાબિત કરી દીધું છે. મંદિરની પવિત્રતા જાળવવાના બદલે કમાણીનો અડ્ડો બનાવી દીધો છે એ સાબિત થયું છે. કમનસીબે આ અનાચાર અયોધ્યા કે વૈષ્ણોદેવી પૂરતો મર્યાદિત નથી. બદ્રીનાથ, અંબાજી, નાગૌર વગેરે ઘણાં મંદિરોમાં આ રીતે શ્રધ્ધાળુઓએ આપેલા દાનની ચોરી થઈ છે. હિંદુઓએ પણ બાયલાગીરી છોડીને મરદ બનવાની જરૂૂર છે. ધર્મ એ કોઈનો ઠેકો નથી કે ચાર ચૌદશિયા ધર્મના નામે દુકાન ખોલીને બેસી જાય કે લોકોને લૂંટે ને આપણે ચૂપચાપ તમાશો જોયા કરીએ. અયોધ્યા, વૈષ્ણોદેવી -કે બીજે જ્યાં પણ અધર્મના કાંડ થયા તેના માટે હિંદુઓની કાયરતા જવાબદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *