કેરળમાં આજથી UDF સરકાર; કોંગ્રેસ નેતા વી.સતીશને લીધા CM પદના શપથ, રાહુલ-પ્રિયંકા પણ હાજર

  કેરળમાં આજથી શાસનનો એક નવો યુગ શરૂ થયો છે. કોંગ્રેસના નેતા વીડી સતીશને કેરળના મુખ્યમંત્રી પદના શપથ લીધા. છે. તેમની સાથે 20 અન્ય ધારાસભ્યોને…

 

કેરળમાં આજથી શાસનનો એક નવો યુગ શરૂ થયો છે. કોંગ્રેસના નેતા વીડી સતીશને કેરળના મુખ્યમંત્રી પદના શપથ લીધા. છે. તેમની સાથે 20 અન્ય ધારાસભ્યોને પણ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક અગ્રણી કોંગ્રેસના નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. આ સમારોહ તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં યોજાયો હતો

આ ઐતિહાસિક શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી વી.ડી. સતીશન ઉપરાંત 20 મંત્રીઓ ધરાવતા ‘પૂર્ણ કેબિનેટ’ને પણ શપથ લેવડાવવામાં આવ્યા છે. આ ભવ્ય પ્રસંગના સાક્ષી બનવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કેરળ વિધાનસભામાં ધારાસભ્યોના શપથ ગ્રહણ બાદ 22 મેના રોજ સ્પીકરની પસંદગી કરવામાં આવશે. રાજ્યપાલનું સંબોધન 29 મેના રોજ થવાનું છે, અને રાજ્યનું બજેટ 5 જૂન સુધીમાં રજૂ થવાની ધારણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *