વંદે ભારતના રાજસ્થાનના બે રૂટ બંધ, ઉદયપુર-અમદાવાદ રૂટને મંજૂરી

વધારે ખર્ચ અને ઓછા ટ્રાફિકના કારણે બે ટ્રેનો બંધ કરવા નિર્ણય દેશની સૌથી આધુનિક અને સેમી-હાઈ-સ્પીડ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સપ્રેસને લઈને ઉત્તર પશ્ચિમ રેલવે…

વધારે ખર્ચ અને ઓછા ટ્રાફિકના કારણે બે ટ્રેનો બંધ કરવા નિર્ણય

દેશની સૌથી આધુનિક અને સેમી-હાઈ-સ્પીડ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સપ્રેસને લઈને ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ રેલવે નેટવર્ક વિસ્તારી રહી છે, તો બીજી તરફ ઓછા મુસાફરોને કારણે રાજસ્થાનના બે મહત્વના રૂૂટ પર વંદે ભારત સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રેલવેના સત્તાવાર જાહેરનામા મુજબ, રાજસ્થાનના પ્રવાસન હબ ગણાતા ઉદયપુરથી ચાલતી બે ટ્રેનોને બંધ કરવામાં આવી રહી છે જેમાં ટ્રેન નંબર 20979/80 (ઉદયપુર – જયપુર – ઉદયપુર): આ ટ્રેન 14 ફેબ્રુઆરી, (બંધ થશે) તથા ટ્રેન નંબર 20981/82 (ઉદયપુર – આગ્રા કેન્ટ – ઉદયપુર): આ સેવા 15 ફેબ્રુઆરી, 2026 થી સ્થગિત કરવામાં આવશે.

જોકે રેલવેએ કોઈ સત્તાવાર કારણ જાહેર કર્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રૂૂટ પર મુસાફરોનો ધસારો (ઓક્યુપન્સી) અપેક્ષા કરતા ઘણો ઓછો રહ્યો છે. ઓપરેટિંગ ખર્ચની સરખામણીએ આવક ઓછી હોવાને કારણે અને રૂૂટના પુનર્ગઠનની વિચારણાને પગલે આ કડક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે.
બે ટ્રેનો બંધ થવાની સામે રેલવેએ એક નવી ભેટ પણ આપી છે. ઉદયપુર શહેર અને અમદાવાદના અસારવા વચ્ચે નવી વંદે ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રેન (નં. 26963/64) મંગળવાર સિવાય અઠવાડિયાના છ દિવસ દોડશે. તે ઉદયપુરથી સવારે 6:10 વાગ્યે ઉપડીને 10:25 વાગ્યે અસારવા પહોંચશે, જ્યારે પરત ફરતી વખતે સાંજે 5:45 વાગ્યે અસારવાથી ઉપડી રાત્રે 10:00 વાગ્યે ઉદયપુર પહોંચશે. આનાથી રાજસ્થાન અને ગુજરાત વચ્ચેના વ્યાપારી સંબંધો વધુ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *