ટિવન્સ ભાઇઓના ટિવન્સ સિસ્ટર્સ સાથે લગ્ન

લગ્ન કરાવનાર પાદરી પણ ટિવન્સ!! કેરલમના કોટ્ટયમ જિલ્લાના ચંગનસ્સેરી મેટ્રોપોલિટન ચર્ચમાં એકસાથે બે લગ્ન થયાં. આ લગ્ન અનોખાં એટલાં માટે હતાં કેમ કે બે યુગલ…

લગ્ન કરાવનાર પાદરી પણ ટિવન્સ!!

કેરલમના કોટ્ટયમ જિલ્લાના ચંગનસ્સેરી મેટ્રોપોલિટન ચર્ચમાં એકસાથે બે લગ્ન થયાં. આ લગ્ન અનોખાં એટલાં માટે હતાં કેમ કે બે યુગલ એકસાથે લગ્નના શપથ લઈ રહ્યાં હતાં અને એ બન્ને યુગલો એકદમ એકસરખાં જ દેખાઈ રહ્યાં હતાં. એનું કારણ હતું બે જોડિયા ભાઈઓનાં લગ્ન બે જોડકી બહેનો સાથે થઈ રહ્યાં હતાં. અખિલ થોમસ અને નિખિલ થોમસ નામના જોડિયા ભાઈઓએ મેગી મેરી અને મારિયા મેરી નામની ટ્વિન સિસ્ટર્સ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં હજી અચરજનો ઉમેરો હતો લગ્ન કરાવનાર પાદરીઓનો. લગ્ન કરાવનારા પાદરીઓ ફાધર ઍન્ટો અને ફાધર અઝો પણ ટ્વિન્સ હતા.

મેગી અને મેરી નામની બે બહેનોને અનાયાસ બે ભાઈઓ પસંદ પડી ગયા અને તેમની જોડી તો બેસી ગઈ, પરંતુ તેમની ઇચ્છા હતી કે તેમના વેડિંગને ખાસ બનાવવા માટે પાદરી પણ જો ટ્વિન્સ હોય તો મજા પડી જાય. આ માટે તેમણે ખૂબ શોધ ચલાવી હતી. આખરે તેમને કંજિરાપલ્લીના ચર્ચમાં ટ્વિન પાદરીઓ મળી જ ગયા. આ પાદરીઓ જોડિયા લોકો માટે જ કામ કરતા હતા. ત્રણેય ટ્વિન્સે એકસરખાં જ કપડાં પહેર્યાં હોવાથી લગ્નના સ્ટેજ પર જાણે મિરર ઇમેજ ઊભી થઈ હોય એવું લાગતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *