ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ એક મહિનો મુલતવી રહેતા બજારને ઓક્સિજન

અમેરિકાના નવા ચુટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક દિવસ પહેલા જ જાહેરાત કરાઇ હતી કે મેકસીકો, કેનેડા, ચીન સહીતના દેશો પર આકરો ટેરીફ નાખવામા આવશે.…

અમેરિકાના નવા ચુટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક દિવસ પહેલા જ જાહેરાત કરાઇ હતી કે મેકસીકો, કેનેડા, ચીન સહીતના દેશો પર આકરો ટેરીફ નાખવામા આવશે. પરંતુ ર4 કલાકમા મેકસીકો અને કેનેડા પર ટેકસ નાખવાની જાહેરાત એક મહીના માટે મુલતવી રાખતા વૈશ્ર્વીક બજારોમા ભારે તેજી જોવા મળી હતી. આ સાથે જ ભારતીય શેરબજારમા પણ મોટા ઉછાળા સાથે ખુલ્યા હતા.

આજે સવારે સેન્સેકસ અને નિફટી બંને ઉછાળા સાથે ખુલ્યા હતા. ગઇકાલે 77186ના લેવલ પર બંધ થયેલ સેન્સેકસ આજે 501 પોઇન્ટ ઉછળીને 77687 પર ખુલ્યો હતો. પ્રારંભીક સેસન્સમા જ સેન્સેકસમા 765 પોઇન્ટનો વધારો નોંધાતા સેન્સેકસ 77951 અંક પર ટ્રેડ થયો હતો. નિફટીએ આજે ફરી ર3પ00 ની સપાટી વટાવી હતી. ગઇકાલે 23361ના લેવલ પર બંધ થયેલ નિફટી આજે 148 પોઇન્ટના વધારા સાથે 23509 પર ખુલી હતી. પ્રારંભીક સેશનમા નિફટીમા 221 પોઇન્ટનો વધારો નોંધાતા નિફટી 23582 પર ટ્રેડ થઇ હતી.

મંગળવારે ઘરેલુ શેરબજારો મજબૂતી સાથે ખુલ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડા પર પ્રસ્તાવિત ટેરિફ 30 દિવસ માટે રોકવાના નિર્ણય બાદ શેરબજારે રાહતનો શ્વાસ લીધો છે. શનિવારે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આવતા માલ પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *