ગંજીવાડામાં ફટાકડા ફોડતા ટ્રકમાં આગ લાગી, બે શખ્સો સામે નોંધાતો ગુનો

આજીડેમ ચોકડી પાસે તુરકી બાપુની દરગાહ પાછળ, અનમોલ પાર્ક શેરી નં-1, મુક્તારભાઇના મકાનમાં રહેતા જાવેદભાઇ રહીશમહમદભાઇ શેખ (ઉ.વ.35)ના શેઠનો ગંજીવાડા રોડ ભવાની ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના…

આજીડેમ ચોકડી પાસે તુરકી બાપુની દરગાહ પાછળ, અનમોલ પાર્ક શેરી નં-1, મુક્તારભાઇના મકાનમાં રહેતા જાવેદભાઇ રહીશમહમદભાઇ શેખ (ઉ.વ.35)ના શેઠનો ગંજીવાડા રોડ ભવાની ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે પાર્ક કરેલા ટ્રકમાં આગ લાગતા દોઢ લાખની નુકશાની થઈ હતી આ ઘટનામાં જીગર પરમાર(રહે.ગંજીવાડા અલમ ચોક નજીક રાજકોટ) અને અજય બથવાર (રહે-ગંજીવાડા ચામુડા ચોક)ત્યાં ફટાકડા ફોડતા હોય જેથી આગ લાગવાની ઘટના બનતા થોરાડા પોલીસમાં બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી જાવેદભાઈએ જણાવ્યું હતું કે,તેઓ સુરેશભાઈ વોરાનો ટ્રક ચલાવી મજૂરી કરે છે.ગઇ તા.18/10ના રોજ ઉપરોક્ત આઇસર ગાડી ગોંડલ રોડ ટોલ નાકાથી આગળ ક્રિએટીવ પોલીફેબ પ્રા.લી. નામના કારખાને ખાલી કરીને પોતે ગાડી ચલાવી ગંજીવાળા નજીક ભવાની ઇન્ડસ્ટ્રીઝ પાસે દરરોજ પાર્ક કરીને રાખુ છુ ત્યા સાંજના ચારેક વાગ્યે આઇસર ખાલી ગાડી જેના ઉપર તાલપતરી બાંધેલ તે પાર્ક કરી લોક કરી હું અમારા ઘરે જતો રહ્યો હતો.

ગઇ તા.22/10 ના રોજ બપોરના મિત્ર ગોપાલભાઈ ધીરુભાઈ રાઠોડનો મને ફોન આવેલ અને જાણ કરેલ કે તમારી પાર્ક કરેલ આઇસર ગાડીમા આગ લાગેલ છે તમો જલદી આવો આમ જાણ કરતા હું તુરંત જ મે આઇસર ગાડી પાર્ક કરેલ તે જગ્યા પાસે ગયેલ અને જોતા આઇસર ગાડીમા ઉપર બાધેલ તાલપતરી તથા કેબીન સળગતી હોય જેથી ત્યા બનેવી મહેબુબભાઇ દાઉદભાઈ કાદરી આજુબાજુમાથી પાણી લઇને આગ ઠારતા હતા આ દરમ્યાન ત્યા હાજર રહેલ જીગ્નેશભાઇ માવજીભાઈ વાઘેલાએ ફાયર બ્રિગેડમા ફોન કરી દીધો હતો અને બધા ગાડીની આગ ઓલવી નાખતા દરમ્યાન ફાયર બ્રિગેડની ગાડીઓ આવી ગયેલ હતી.

અને જોતા અમારી પાર્ક કરેલ આઇસરમા પાછળ ઠાઠામા બાધેલ તાલપતરી આખી સળગી ગયેલ તેમ જ કેબીનનો ભાગ ઠાઠા તરફથી તથા કેબીનના ઉપરના ભાગે તથા અંદરના ભાગે નીચે સુધી સળગી જતા દોઢેક લાખનું નુકશાન થયું હતું. આ બનાવ બનવા બાબતે ત્યા હાજર રહેલ જીગ્નેશભાઇએ અમો બધાને જાણ કરેલ કે અહી રોડ ઉપર જીગર પરમાર અને અજય બથવાર જાહેર રસ્તામા હાલ ચાલી રહેલા દિવાળી તહેવાર અનુસંધાને ફટાકડાઓ ફોડતા હોય જે ફટાકડા ફુટેલના સળગતા તાતણા અથવા તણખલા આઇસર ગાડી ઉપર ઢાકેલ તાલપતરી ઉપર પડતા આગ લાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *