આણંદ-રાજકોટના બે અધિકારીની જામનગર બદલી
રાજયમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-2 તરીકે અને મદદનિશ પર્યાવરણ ઈજનેર તરીકે ફરજ બજાવતા જામનગરના અધિકારી સહિતના અધિકારીની બદલી કરવામાં આવી છે.
જેમાં વૈજ્ઞાનિક અધિકારીઓમાં જામનગર ના હેમાબેન કનૈયાલાલ શાહ ને ગાંધીનગર, આણંદ થી મહેશ જીવરાજભાઈ મકવાણા ને જામનગર, રાજકોટથી કિશોર રતિલાલભાઈ માલવીયા ને જામનગર મુકવામાં આવ્યા છે.
જયારે મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-2 તરીકે ફરજ બજાવતા રાજયના 67 અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં જામનગરના ચેતન હીરાભાઈ ને મોરબી, જીમીત મુકુન્દકુમાર જાદવ ને ગાંધીનગર મૂકવામાં આવ્યા છે. ઉપરાંત પાર્થિક મહેશકુમાર ને સોની ને ગાંધીનગર થી જામનગર, પોરબંદર થી દર્પણ સંજયભાઈ સાકરીયા ને પણ જામનગર મુકવામાં આવ્યા છે.