હૈદરાબાદના શિવરામપલ્લી ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા ટ્રેની અધિકારીની લેખિત ફરિયાદના આધારે અત્તાપુર પોલીસે ટ્રેની આઈપીએસ અધિકારી ઉદય કૃષ્ણા રેડ્ડી સામે જાતીય સતામણી મારપીટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પીડિત મહિલા ટ્રેની અધિકારીના જણાવ્યા મુજબ, આ ઉત્પીડન જૂન મહિનાના અંતથી શરૂૂ થયું હતું. આરોપી ઈંઙજ અધિકારી ઉદય કૃષ્ણા રેડ્ડીએ તેને અશ્ર્લીલ અને આપત્તિજનક મેસેજ મોકલ્યા હતા તેમજ અન્ય ટ્રેનીઓની સામે તેના વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આટલું જ નહીં, મહિલા અધિકારીનો તેમની મંજૂરી વિના એક ખાનગી વિડિયો રેકોર્ડ કરી લીધો હતો અને બદનામ કરવાના હેતુથી તે વિડિયો પીડિતાના પતિને મોકલીને તેને બ્લેકમેલ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
એફઆઈઆરની વિગતો મુજબ, 9 જુલાઈની રાત્રે આરોપીએ મહિલા અધિકારીને બળજબરીપૂર્વક અટકાવીને પોતાના રૂૂમમાં ખેંચી ગયો હતો. ત્યાં તેના વાળ પકડીને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગળા પર ચપ્પુ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના દરમિયાન આરોપીએ મહિલા પર કોન્ડોમના 3 પેકેટ ફેંક્યા હતા અને તેના પ્રાઇવેટ પાર્ટ્સને અડવાનો પ્રયાસ કરી શારીરિક અડપલાં કર્યા હતા.
ત્યારપછી 10 જુલાઈના રોજ પણ તેની સાથે ફરીથી મારપીટ કરવામાં આવી હતી. દેશના ભાવિ પોલીસ અધિકારીઓને તાલીમ આપતી દેશની ટોચની એકેડેમીમાં જ આવી ઘટના બનતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. અત્તાપુર પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને આગળની કાનૂની કાર્યવાહી શરૂૂ કરી છે.
