મૃણાલ ઠાકુર-હુમા કુરેશીની પૂજા મેરી જાનનું ટ્રેલર રિલીઝ

એકતરફી પ્રેમ, દિલ તૂટવા અને ત્યાર બાદ સર્જાતી ખૌફનાક પરિસ્થિતિઓની સ્ટોરી દર્શાવવામાં આવી મૃણાલ ઠાકુર અને હુમા કુરેશી સ્ટારર ફિલ્મ ’પૂજા મેરી જાન’નું ટ્રેલર રિલીઝ…

એકતરફી પ્રેમ, દિલ તૂટવા અને ત્યાર બાદ સર્જાતી ખૌફનાક પરિસ્થિતિઓની સ્ટોરી દર્શાવવામાં આવી મૃણાલ ઠાકુર અને હુમા કુરેશી સ્ટારર ફિલ્મ ’પૂજા મેરી જાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મેડોક ફિલ્મના બેનર હેઠળ દિનેશ વિજન અને અમર કૌશિક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં એકતરફી પ્રેમ, દિલ તૂટવા અને ત્યાર બાદ સર્જાતી ખૌફનાક પરિસ્થિતિઓની સ્ટોરી દર્શાવવામાં આવી છે.

ફિલ્મમાં એક એવી અજાણતા થયેલી ભૂલની સજા બતાવવામાં આવી છે, જેના વિશે વિચારીને પણ રૂૂંવાડાં ઊભાં થઈ જાય. મૃણાલ ઠાકુર અને હુમા કુરેશીની આ ફિલ્મ ’પૂજા મેરી જાન’ ઓક્ટોબરમાં ઓટીટી પર રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જે દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. 2 મિનિટ 18 સેક્ધડના ટ્રેલરમાં પૂજા એટલે કે મૃણાલ ઠાકુરના પાત્રની જિંદગીમાં ત્યારે તોફાન આવે છે, જ્યારે અનિકેત શ્રીવાસ્તવ તેના પ્રેમમાં પડે છે.

અનિકેત પૂજા સામે પોતાના પ્રેમનો એકરાર કરે છે, પરંતુ પૂજા તેના રોમેન્ટિક પ્રપોઝલને ઠુકરાવી દે છે. ત્યાર બાદ અનિકેત એવું પગલું ભરે છે, જેનાથી પૂજાની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ટ્રેલરમાં એકતરફી પ્રેમ, અસ્વીકાર બાદ જન્મેલા ગુસ્સા અને તેના ગંભીર પરિણામોની ઝલક જોવા મળે છે.આ ઘટના બાદ પૂજા પર અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવે છે અને તેની આસપાસ શંકાનું એવું જાળું બિછાવે છે, જેમાંથી બહાર નીકળવું તેના માટે મુશ્કેલ બની જાય છે. હવે પૂજાએ પોતાને નિર્દોષ સાબિત કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *