ગુજરાત

ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા 197ને દંડ ફટકારી 36 વાહનો ડીટેન કરતી ટ્રાફિક પોલીસ

Published

on

રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મહાપાલિકા તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે શહેરમાં 150 ફૂટ રોડ ઉપર માતેલા સાંઢની માફક ફરતા અને પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કરતા 12 ભારે વાહનો,15 રીક્ષા મળી કુલ 36 વાહનો ટ્રાફિક પોલીસના સ્ટાફે ડિટેઇન કર્યા છે.તેમજ 197 જેટલા વાહન ચાલકો દંડાયા હતા.ભારે વાહનો 150 ફૂટ રિંગ રોડ પર આડેધડ પાર્ક કરી દીધેલા ભારે વાહનો તેમજ રીક્ષા ચાલકો પોતાનું વાહન આડેધડ વાહનો ચલાવતા હોવાનું ધ્યાન પર આવતાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ દ્વારા પણ જાહેરનામાંની કડક અમલવારી કરવામાં આવી રહી છે.

વધુ વિગતો મુજબ,ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈ 150 ફૂટ રોડ ગોંડલ બ્રિજ શરૂૂ થયા બાદ આ રોડ ઉપર ખાનગી બસો કે ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.આ જાહેરનામાનો હવે કડક કાર્યવાહી સાથે અમલ શરૂૂ કરી દેવામાં આવ્યો છે.પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી,જેસીપી વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ,એસીપી જે.બી.ગઢવીની રાહબરીમાં ગઇકાલે મુખ્ય રસ્તાઓ પર પાર્ક કરી દેવાતા ભારે વાહનો સામે જાહેર નામાં ભંગ બદલ કાર્યવાહી કરી ડિટેઇન કરવા ડ્રાઇવ રાખવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસના સેક્ટર 1ના પીએસઆઈ આર.એસ.પરમાર દ્વારા 197 કેસ કરી રૂા.83,700નો દંડ વસુલ કરી 13 વાહન ડિટેઇન કર્યા હતા.સેક્ટર-2ના પીઆઇ જીજ્ઞેશ દેસાઈ દ્વારા 4 ભારે વાહનો ડિટેઇન કર્યા હતા.સેક્ટર 3ના પીઆઇ એન.જી.વાઘેલા દ્વારા 4 ભારે વાહનો ડિટેન કર્યા હતા.સેક્ટર 4ના પીઆઇ વી.આર.રાઠોડ દ્વારા 8 ભારે વાહનો,7 રીક્ષા,એક ઇકો સહિત 15 વાહનો ડિટેઈન કર્યા હતા.આમ ટ્રાફિક શાખાની ટીમે કુલ 12 ભારે વાહનો 7 રીક્ષા તથા એક ઇકો મળી કુલ 36 વાહનો ડિટેઇન કરી આકરી કાર્યવાહી કરી હતી.ટ્રાફિક પોલીસના સૂત્રો દ્વારા જણાવ્યું હતું કે,હાલ પોલીસ દ્વારા જે રીક્ષા ચાલકો રીક્ષામાં મોટેથી ટેપ વગાડી નિકળા હોય અને ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તે ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version