મહાકુંભમાં ફરી ટ્રાફિક જામ, પ્રયાગરાજ સ્ટેશન બંધ કરાયું

પ્રયાગરાજની આસપાસ 35 કિ.મી. સુધી વાહનોનો જામ લાગતા લાખો યાત્રાળુઓ ફસાયા, એમ.પી.માં પણ 200 કિ.મી.નો ટ્રાફિક જામ પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં રવિવારેફરી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ…

પ્રયાગરાજની આસપાસ 35 કિ.મી. સુધી વાહનોનો જામ લાગતા લાખો યાત્રાળુઓ ફસાયા, એમ.પી.માં પણ 200 કિ.મી.નો ટ્રાફિક જામ

પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં રવિવારેફરી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા પ્રયાગરાજની આસપાસના 35થી 50 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે. પરિણામે પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન આગામી તા. 14 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધી બંધ કરવાની રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

દેશભરમાંથી ભાવિકોનો પ્રવાહ મહાકુંભ તરફ ફંટાતા હજારો યાત્રિકો ટ્રાફિક જામમાં ફસાયા છે. રવિવારે ભીડ વધી જતાં સંગમ સ્ટેશન બંધ કરી દેવાયું હતું. પ્રયાગરાજ જંક્શન પણ બંધ કરાયુ છે. રવિવારે એક દિવસમાં લગભગ 1.57 કરોડ લોકોએ સ્નાન કર્યુ હતું. જ્યારે કુલ 43.57 કરોડ ભક્તોએ સ્નાન કર્યુ છે. સરકારનો અંદાજ છે કે, આ વર્ષે કુલ 55 કરોડ ભાવિકો મહાકુંભમાં સ્નાન કરશે.

પ્રયાગરાજ છેલ્લા એક અઠવાડિયાથી ટ્રાફિક જામનો સામનો કરી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે, મુખ્ય માર્ગ ઉપરાંત શહેર અને ગ્રામીણ વિસ્તારોની શેરીઓમાં પણ ટ્રાફિક જામ છે. જેના કારણે સ્થાનિક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરની આસપાસ 30 કિલોમીટર સુધી ટ્રાફિક જામ છે. મહાકુંભમાં ભક્તોની ભીડ એટલી બધી હોય છે કે, સ્ટેશનો પર પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. ભીડને ધ્યાનમાં રાખીને સંગમ (દારાગંજ) સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. પ્રયાગરાજની સરહદે આવેલા જિલ્લાઓ જેમ કે ભદોહી, જૌનપુર, મિર્ઝાપુર, કૌશાંબી, ફતેહપુર, સતના, રેવા, ચિત્રકૂટ, જબલપુર વગેરેમાં ટ્રાફિક જામ છે અને સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા નથી.
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં છેલ્લા ઘણા વર્ષોના ભક્તોના આગમનના રેકોર્ડ તૂટી ગયા છે. જોકે, મૌની અમાવસ્યા પછી, ભક્તોના આગમનમાં થોડો ઘટાડો જોવા મળ્યો. પરંતુ 5 ફેબ્રુઆરી પછી ફરી એકવાર ભક્તોનો પ્રવાહ શરૂૂ થયો છે.

દેશભરમાંથી ભક્તો વાહનોમાં સંગમ પહોંચી રહ્યા છે. ભીડને કારણે વાહનોની ગતિ થંભી ગઈ છે. પ્રયાગરાજના બંને રસ્તાઓ પર દિવસ અને રાત ટ્રાફિક જામ રહે છે. કારણ કે આ પાછળનું કારણ સંગમમાં આવતા ભક્તોની ભીડ છે. એટલું જ નહીં, સંગમમાં આવતા ભક્તો લગાવેલા બેરિકેડ તોડીને આવવા-જવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવાઈ મુસાફરી કરતા મુસાફરો સુરક્ષિત રીતે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે પરંતુ એરપોર્ટથી સંગમ પહોંચવામાં તેમને ઘણો સમય લાગી રહ્યો છે. આ ઉપરાંત ખાનગી વાહનોમાં આવતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે, દર કલાકે લગભગ 6 થી 7000 વાહનો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. જામને કારણે વાહનો ઘણા કિલોમીટર સુધી દેખાય છે.

યુપીના પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં એકઠી થયેલી વિશાળ ભીડની અસર મધ્યપ્રદેશ સુધી અનુભવાઈ. મહાકુંભમાં જતા યાત્રાળુઓના વાહનોને કારણે મધ્યપ્રદેશમાં 200 થી 300 કિલોમીટરનો ભારે ટ્રાફિક જામ થયો હતો. આ કારણે રવિવારે પોલીસે વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક બંધ કરવો પડ્યો હતો.

મહાકુંભ મામલે ભ્રામક સમાચાર ફેલાવનારા 14 સોશિયલ મીડિયા હેન્ડલર સામે એફઆઈઆર
મહાકુંભને લઈને સોશિયલ મીડિયા પર ભ્રામક સમાચાર ફેલાવવાના મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 14 સોશિયલ મીડિયા એકાઉન્ટ યુઝર્સ વિરુદ્ધ ઋઈંછ નોંધવામાં આવી છે. તેમાંથી એકે મહાકુંભ તરીકે ઝારખંડના લાઠીચાર્જનો લગભગ એક મહિના જૂનો વીડિયો પોસ્ટ કર્યો હતો. બાકીના લોકો પણ ખોટી માહિતી ફેલાવે છે. મેઘા કોતવાલી પોલીસે તપાસ શરૂૂ કરી છે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન તે ધ્યાનમાં આવ્યું કે એક એક્સ એકાઉન્ટ ઝારખંડના ધનબાદનો વીડિયો મહાકુંભનો હોવાનો દાવો કરીને અફવા ફેલાવી રહ્યું છે. ખોટી માહિતી આપવામાં આવી રહી છે કે મહાકુંભમાં તેમના ગુમ થયેલા સ્વજનોને શોધી રહેલા ભક્તોને યોગીજીની પોલીસ દ્વારા ખરાબ રીતે મારવામાં આવી રહ્યો છે. તથ્ય તપાસવા પર, 1 જાન્યુઆરી, 2025 ના રોજ ધનબાદમાં લાઠીચાર્જની ઘટના સાથે સંબંધિત એક વીડિયો મળ્યો. કુંભ મેળા પોલીસ દ્વારા પણ આ પોસ્ટનું ખંડન કરવામાં આવ્યું હતું. એ જ રીતે, અન્ય 13 આ તમામ સામે કોતવાલી કુંભ મેળામાં કેસ નોંધવામાં આવ્યો છે.

મહાકુંભમાં ન આવો, MP પોલીસે લોકોને હાથ જોડ્યા
પ્રયાગરાજ મહાકુંભમાં સામેલ થવા જઈ રહેલા શ્રદ્ધાળુઓને જબરદસ્ત ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. જબલપુર, કટની અને રીવા થતાં પ્રયાગરાજ થતાં મુખ્ય માર્ગો પર કેટલાય કિમી લાંબો ટ્રાફિક જામ થયો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે કટની પોલીસે હાથ જોડીને લોકોને પાછા જવાની અપીલ કરવી પડી છે. દક્ષિણ ભારતથી આવનારા શ્રદ્ધાળુઓ પર મધ્યપ્રદેશના આ માર્ગથી પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે. જેનાથી ટ્રાફિક જામ કેટલાય ગણો વધી ગયો છે. રવિવારે હાલત વધારે ખરાબ થઈ ગઈ. જેનાથી હજારો વાહનો ફસાઈ ગયા. વાહનોની લાંબી લાઈન 10થી 15 કિમી સુધી ફેલાઈ છે. કટની પોલીસને ટ્રાફિક જામ કંટ્રોલ કરવામાં પરસેવો વળી ગયો પોલીસને હાથ જોડીને અપીલ કરી રહ્યા છે. પ્રયાગરાજના રસ્તા પર વાહનોથી ભરાઈ ગયા છે. મહેરબાની કરીને પાછા જાઓ. આજુબાજુની હોટલ અને ઢાબામાં રોકાઈ જાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *